Monday, June 8, 2026
HomeGeneralસુપ્રીમ કોર્ટને મળ્યા બે નવા જજ, ગુજરાત હાઈકોર્ટના જે.બી.પારડીવાલાની થઈ નિમણૂક

સુપ્રીમ કોર્ટને મળ્યા બે નવા જજ, ગુજરાત હાઈકોર્ટના જે.બી.પારડીવાલાની થઈ નિમણૂક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા છે. નામોની ભલામણના 48 કલાકની અંદર કેન્દ્રએ નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જજ જમશેદ બી પારડીવાલાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમના નામ પર મહોર મારી દીધી છે. 5 મેના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે બે નવા જજોની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. સુધાંશુ ધુલિયા અને જમશેદ બી પારડીવાલાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પર નિર્ણય સીજેઆઈ એન વી રમનાની અધ્યક્ષતાવાળી એસસી કોલેજિયમે લીધો હતો.


જણાવી દઈએ કે જસ્ટિસ પારડીવાલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એટલે કે સીજેઆઈ બનશે. મે 2028માં તેઓ દેશના સીજેઆઈ બનવાની સંભાવના છે. તેમનો કાર્યકાળ લગભગ 2 વર્ષ અને 3 મહિનાનો રહેશે. તેઓ સુપ્રીમ કોર્ટમાં ચોથા પારસી જજ છે. તેમની નિમણૂકનો અર્થ એ છે કે લઘુમતી સમુદાયના ન્યાયાધીશની નિમણૂક પાંચ વર્ષના ગાળા પછી કરવામાં આવી છે. આ પહેલા જજ એસ અબ્દુલ નઝીરની ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી.

- Advertisement -

તે જ સમયે, જસ્ટિસ ધુલિયા ઉત્તરાખંડ હાઇકોર્ટમાંથી બઢતી મેળવનારા બીજા ન્યાયાધીશ હશે. સીજેઆઈ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી 5 જજોની કોલેજિયમે સર્વાનુમતે ગયા વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધીમાં રેકોર્ડ સંખ્યામાં 11 નામોની ભલામણ કરી છે. તેમાંથી 3 મહિલાઓ સહિત નવને સીજેઆઈ એન વી રમનાએ 31 ઓગસ્ટ 2021 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.


સીજેઆઈ રમના, જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બનેલી આ જ કોલેજિયમે પણ વિવિધ હાઈકોર્ટમાં 10 નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરવાની ભલામણ કરી હતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular