Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadરથયાત્રા દરમિયાન ઈમારતની બાલ્કની પડતાં વસ્ત્રાલના યુવકનું મોત

રથયાત્રા દરમિયાન ઈમારતની બાલ્કની પડતાં વસ્ત્રાલના યુવકનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra 2023) દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના દરિયાપુર (Dariyapur) વિસ્તારમાં એક જર્જરીત ઈમારતની બાલ્કનીનો ભાગ ધરાશાયી (Balcony Collapse) થયો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા નિહાળવા માટે છત પર ઉભેલા લોકો છત સાથે જમીન પર પટકાયા હતા. જ્યારે નીચે જમીન પર ઊભેલા લોકો પર છતનો કાટમાળ પડતાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવમાં વસ્ત્રાલના (Vastral) એક યુવાનનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં રથયાત્રાના રૂટ (Ahmedabad Rath Yatra Route) પર આવતા દરિયાપુર વિસ્તારના કડિયાનાકા પાસેના એક મકાનના બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. જેથી બાલ્કનીમાં ઊભેલા લોકો નીચે પટકાયા હતા, સાથે જ નીચે ઊભેલા લોકો પર કાટમાળ પડતા ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવમાં ત્રણ બાળકો સહિત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 8 ઈજાગ્રસ્તોને શાહીબાગ વિસ્તારમાં આવેલી BAPS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક ઈજાગ્રસ્ત યુવાનનું મોત મૃત્યુ થયું હતું અને 7 લોકોને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી છે. ઉપરાંત બે નાના બાળકોને 48 કલાક ઓબ્ઝર્વેશન માટે મેમનગરની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં BAPS હોસ્પિટલમાં મૃત્યુ પામનારનું નામ મેહુલ પંચાલ છે, જે વસ્ત્રાલનો રહેવાસી છે. મેહુલ વસ્ત્રાલથી રથયાત્રા જોવા માટે દરિયાપુર વિસ્તારમાં આવ્યો હતો. જ્યાં મકાનની ગેલેરીમાં લોકોની સાથે ઊભો હતો. આ બનાવમાં મેહુલનું મૃત્યુ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular