મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ) : વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) વધુ એકવાર અકસ્માતનો ભોગ બની છે. ગુરુવારના રોજ વલસાડના વાપી અને સંજાણની વચ્ચે આ અકસ્માત થયો હતો જેને પગલે ટ્રેનના આગળના ભાગની બોડીને ખૂબ જ નુકસાન થયું હતું. તેથી ટ્રેનને ત્યાં જ રોકીને, સામાન્ય રિપેરિંગ કરીને પછી આગળ દોડાવી હતી.
સ્થાનિકો અને મુસાફરોની વાત માનીએ તો, ‘ગાય સાથે ટ્રેન અથડાતાં’ આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. જોકે અકસ્માતના કારણ વિષે સત્તાવાર રીતે આવી કોઈ જાણકારી નથી મળી રહી. પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રેનને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા દિવાળી પહેલા જ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી પાંચ અકસ્માત નડી ચૂક્યા છે. એમાં પણ ચોંકાવનારી વાત તો એ છે કે, આ ટ્રેનના પાંચેય અકસ્માત પશુ સાથે જ થયા છે અને દરેક અકસ્માતમાં લગભગ 115 કરોડના ‘ભવ્ય’ ખર્ચે બનાવવામાં આવેલી આ ટ્રેનને જ નુકસાન થાય છે. એ પણ એ ટ્રેનની મજબૂતાઈ અને કિંમત સાબિત કરે છે.
પાંચમી વખત બનેલા આ બનાવને પગલે લોકોમાં એવી રમૂજી ચર્ચા ચાલી રહી છે કે, “આ તો 115 કરોડ ખર્ચીને પણ ‘ડોબા’થી તૂટી જતી ટ્રેન લાવ્યા છીએ. ગુજરાતી થઈને પણ છેતરાઈ ગયા છીએ. અમે તો રમકડાંની ટ્રેન લઈએ તોય આટલી તકલાદી ન જ લઈએ. અને ભલે 100 રૂપિયાની હોય પણ આવું થાય તો તો દુકાનદારનું આવી જ બને.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








