નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતીઓમાં વિદેશમાં સ્થાયી થવાની ધેલછા અટકવાનું નામ નથી લઈ રહી. વિદેશ જવા માટે અવનવી ગેરકાયદેસરની તરકીબ અપનાવતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવતી નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડવામાં આવી છે. પોરબંદર (Porbandar) ની યુવતી નકલી પાસપોર્ટ સાથે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં જઈ રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ એરપોર્ટ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયેલી યુવતીના માતા-પિતા નકલી પાસપોર્ટ સાથે મુંબઈ એરપોર્ટ પર ઝડપાયા હતા. માતા-પિતાની પુછપરછ કરવામાં આવતા તેમની દીકરી પણ અમદાવાદ એરપોર્ટથી નકલી પાસપોર્ટ સાથે આવી રહી હોવાની જાણકારી આપી હતી. એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગ દ્વારા પાસપોર્ટ ચેક કરતા યુવતી પાસેથી ઈ કેટેગરીનો પાસપોર્ટ મળી આવ્યો હતો. આ પાસપોર્ટ જે ઓછું ભણેલા હોય તેને આપવામાં આવે છે.
યુવતીનું આધાર કાર્ડ અંજના કિરણના નામનું અને તેના પર ફોટો તાજેતરમાં લગાવેલો અને અક્ષર નાના હોવાની શંકા જતાં ઇમિગ્રેશન વિભાગએ આધાર કાર્ડની તપાસ કરતા QR કોડ મેચ થયો ન હતો. યુવતીનો પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતાં પાસપોર્ટમાં ખોટુ નામ, ખોટી જન્મતારીખ હોવાનું સામે આવ્યું હતુ. મુસાફર પાસે બીજો આધાર પુરાવો માગતા તેણે મોબાઈલમાં પોતાનો પોર્ટુગીસ પાસપોર્ટ બતાવ્યો હતો. જે કિરણ ગુરિયાના નામનો હતો. જે પાસપોર્ટને સિસ્ટમમાં ચેક કરતાં કિરણ ગુરિયા નામે જૂનો ભારતીય પાસપોર્ટ દમણનો હોવાનો જાણકારી મળી હતી. જેનો સપંર્ક કરતા તેણે કિરણ ગુરિયા માન્ચેસ્ટર બ્રિટનની ઓળખ આપી હતી. આ પાસપોર્ટ દમણના એજન્ટ શહેજાદને 50 લાખ આપીને બનાવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








