નવજીવન ન્યૂઝ.વલસાડ: Valsad Liquor Party: રાજ્યમાં દારૂબંધીના કાવાદાવા વચ્ચે અવાર-નવાર દારૂ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા છાશવારે રિસોર્ટ, ફાર્મહાઉસ, સોસાયટીઓ સહિતની જગ્યાઓ પર દરોડા પાડી દારૂપાર્ટી ઝડપવામાં આવતી હોય છે. ગુજરાતમાં જન્મદિવસની ઉજવણી લોકો હાથમાં તલવાર અને દારૂ પાર્ટી સાથે કરતા હોય, તે ઘટના હવે સાવ સામાન્ય બની ગઈ છે. જેમાં કેટલાંક લોકો છાકટાં બની દારૂબંધીના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. તે વચ્ચે વલસાડમાં (Valsad) જન્મદિવસની આડમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ (Liquor Party) પર પોલીસે દરોડો (Valsad Police Raid) પાડી કાર્યવાહી કરી છે. જેમાં ભાજપ યુવા શહેર પ્રમુખ, ભાજપના હોદ્દેદારો (BJP Leaders), માજી નગર પાલિકાના સભ્યના પતિ દારૂ પાર્ટી કરતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં 16 જેટલા સભ્યોની અટકાયત કરવામાં આવી છે.

વલસાડ પોલીસેને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આદર્શ નગર સોસાયટી ખાતે જન્મ દિવસની આડમાં કેટલાંક લોકો દારૂની પાર્ટી કરી રહ્યાં છે. જે બાતમીના આધારે પોલીસે આદર્શ નગર સોસાયટીમાં આવેલા એક મકાનની અગાશી પર દરોડો પાડી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો. ભાજપના જવાબદાર હોદ્દા પર કાર્યરત સભ્યો સહિત દારુની પાર્ટી માણી રહેલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ભાજપના શહેર પ્રમુખ, યુવા મોરચાના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોના નામ સામે આવ્યા છે. પોલીસે દારૂની બોટલો સહિત 25 લાખના મુદ્દામાલ સાથે કુલ મળીને 16 જેટલા શખ્સોની અટકાયત કરી છે.
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સિમિત હોય તેવો ચિતાર છેલ્લાં થોડાંક દિવસથી રજૂ થઈ રહ્યો છે. તાજેતરમાં વડોદરામાંથી દારૂનો જંગી જથ્થો પકડાવાનો મામલો, ત્યારબાદ રાજકોટમાં જાહેરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો અને હવે વલસાડની સોસાયટીમાં ચાલી રહેલી દારૂ પાર્ટી ઝડપાવાનો મામલો આ તમામ ઘટનાઓ રાજ્યમાં દારૂબંધીના કડક અમલવારી કરાવવાના દાવાઓની ચાડી ખાય છે.
TAG: Valsad Liquor Party, high profile liquor party in Valsad, Valsad Police, Valsad News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








