Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ યુવાન ઈન્સ્ટાગ્રામ પર હથિયાર વેચવા જતાં ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

અમદાવાદઃ યુવાન ઈન્સ્ટાગ્રામ પર હથિયાર વેચવા જતાં ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: હાલના ડિજિટલ યુગમાં લોકો ધંધાને આગળ વધારવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે. ત્યારે ગેરકાયદે કામ કરતાં લોકો પણ સોશિયલ મીડિયાના સહારે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર હથિયારનું ખરીદ-વેચાણ (Weapon Selling)કરતાં એક યુવાનને દબોચી પાડ્યો છે. આરોપી પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ અવિનાશસિંહ અને હરપાલસિંહને માહિતી મળી હતી કે, શહેરના ઈશનપુર વિસ્તારમાં એક યુવક તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હથિયારના ફોટો અપલોડ કરતો હતો. જેના કારણે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણાં ફોલોઅર્સ હતા. માહિતીના આધારે પોલીસે રાજુસીંગ ઉર્ફે રાજ રાઠોડ (ઉં.24)ને ઈસનપુર રાજેશ્વરી કેનાલ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ઝડતી કરતાં તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી.

- Advertisement -

પોલીસે આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, રાજને અગાઉ 2021માં હથિયારના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો હતો. આરોપી પાસેથી જે હથિયાર મળી આવ્યું હતું, તે હથિયાર તે તેના વતનમાં રહેતા મિત્ર પાસેથી લઈને અમદાવાદમાં આવ્યો હતો. જ્યાં તે હથિયાર સાથે ફોટો પાડી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકતો હતો. જેના કારણે તેના ઘણાં ફોલોઅર્સ થયાં હતાં. આ દરમિયાન એક મધ્ય પ્રદેશના ખરગોનનો વિશાલ પણ તેનો ફોલોઅર બન્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થતાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. મધ્ય પ્રદેશના વિશાલે હથિયારો વેચતો હોવાનું કહીને રાજને અલગ-અલગ હથિયારોના ફોટા અને વીડિયો મોકલી આપ્યા હતા. વિશાલે રાજને મધ્ય પ્રદેશ બોલાવીને હથિયારો બતાવ્યા હતા અને એક હથિયાર રાજને વેચાણ કરવા માટે આપ્યું હતું. આ હથિયાર વેચવામાં સફળતા મળે તો બીજા વધારે હથિયાર વેચવાનું આયોજન કર્યું હતું. પરંતુ રાજ આ હથિયાર વહેંચે તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular