નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં યુવકે નશાની હાલતમાં પોતાના એક પરિચિતને ફોન કરીને કહ્યું કે હું આ દુનિયાથી વિદાય લઉં છું. જે પછી ચિંતામાં આવી ગયેલા પરિચિતે આ મામલે પોલીસની મદદ માગી હતી. પોલીસે યુવકને ઝડપી પડ્યો હતો.
પોલીસને મળેલી પ્રારંભીક માહિતી પ્રમાણે યુવક નશામાં હતો, વડોદરા કંટ્રોલ રૂમને વકીલે ફોન કર્યો હતો. ફતેગંજ સ્કૂલ પાછળ આવેલા ઉર્મિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ નાયરે તેના એક પરિચિત વકીલને ફોન કરીને જણાવ્યુ હતું કે, હું આ દુનિયામાંથી વિદાય લઉં છું. આવા ફોન બાદ પરિચિતે ચિંતાના કારણે પોલીસને આ અંગે જાણ કરી હતી.
કોલ મળતાં પોલીસ ઉર્મિ એપાર્ટમેન્ટમાં પહોંચી ગઈ હતી. જ્યાં વચ્છરાજ ઉર્ફે રજુ બાલકૃષ્ણ નશાની હાલતમાં હતો. પોલીસે બ્રિથ એનાલાઈઝરથી તપાસતા તે યુવાન પીધેલો હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.








