Saturday, April 20, 2024
HomeNationalAAPના ધારાસભ્યએ દિલ્હી વિધાનસભામાં રૂપિયાના બંડલ બતાવતા આવો ગંભીર લગાવ્યો આરોપ

AAPના ધારાસભ્યએ દિલ્હી વિધાનસભામાં રૂપિયાના બંડલ બતાવતા આવો ગંભીર લગાવ્યો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આજે બુધવારના રોજ દિલ્હી વિધાનસભામાં(Delhi Assembly) આમ આદમી પાર્ટી(AAP)ના નેતાએ નોટાના બંડલ કાઢી લહેરાવતા વિવાદ સર્જાયો હતો. જેમાં દિલ્હીના રિઠાલાના ધારાસભ્યએ મોહિન્દર ગોયલે(MLA Mohinder Goyal) નોટોના બંડલ બતાવતા કહ્યું હતું કે, મને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગોયલે કહ્યું કે આ મામલે મેં એલ.જી. વી.કે. સક્સેનાની મુલાકાત કરી માહિતી આપી હતી પણ તેમણે પણ પગલા લીધા નહીં.

દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મોહિન્દર ગોયલ રૂપિયાના બંડલ લઈ પહોંચ્યા હતા. વિધાનસભામાં ગોયલે આંબેડકર હોસ્પિટલમાં ભરતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગોયલે આરોપ કરતા કહ્યું હતું કે, જેને નિયમ મુજબ નોકરી મળવી જોઈએ તેમને નોકરી નથી આપવામાં આવતી. હોસ્પિટલમાં નર્સિંગ સહિતની જગ્યાઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. સદનમાં ગોયલે સ્ફોટક આક્ષેપ કરતા રૂપિયાના બંડલ બતાવતા કહ્યું હતું કે, આ લાંચના પૈસા છે જે મને ટોકન મની પેટે આપવામાં આવ્યા છે. મેં આ પૈસાના બદલામાં નોકરી આપવાનો મુદ્દો ચિફ સેક્રેટરી સમક્ષ તો ઉઠાવ્યો જ હતો સાથે જ એલ.જી. સમક્ષ પણ આ વાત રાખી હતી. મેં પત્ર લખીને જાણ કરી હતી કે હું જીવના જોખમે આ કાર્ય કરી રહ્યો છું. વધુમાં તેમણે આરોપ કરતા જણાવ્યું હતું કે, આ લોકો એટલા પ્રભાવશાળી છે કે તેઓ મારી સાથે પણ કંઈ પણ ખોટું કરી શકે છે. આ પૈસા મને તેમણે અવાજ નહીં ઉઠાવવા માટે આપ્યા હતા.

- Advertisement -

વિધાનસભામાં ભરતીના નિયમો અને કાર્યવાહીની માગણીની વાત કરતા ગોયલે કહ્યું હતું કે, ‘સરકારી નિયમો મુજબ, ભરતીમાં 80 ટકા જૂના કર્મચારીઓ હોવા જોઈએ પણ તેવું થતું નથી. કોન્ટ્રાક્ટરો કામ કરતા કર્મચારીઓ પાસેથી તેમના પગારમાંથી હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રાક્ટરો સેટિંગથી પૈસા લઈ નોકરી આફી રહ્યા છે. આ મામલે મેં દરેક સ્તરે ફરિયાદો કરી હતી પણ તે મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.’

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોયલના આરોપને ભાજપના નેતાઓએ નાટક ગણાવ્યું હતું. ભાજપના દિલ્હીના પ્રવક્તા હરીશ ખુરાનાએ જણાવ્યું હતું કે, આજે ફરી એક નવું નાટક વિધાનસભામાં જોવા મળ્યું, આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રૂપિયા 15 લાખ લઈ આરોપ પ્રત્યારોપ શરૂ કરી દીધા. ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે આ માત્ર મુદ્દાથી ભટકાવવાનું કામ છે. જો આમ આદમી પાર્ટી પાસે આ મામલાનું કોઈ સ્ટિંગ ઑપરેશન હોય કે કોઈ પુરાવો હોય તો સામે મુકો. આ મામલે આમ આદમી પાર્ટી કોર્ટમાં ગયું હોય તો તેની વાત કરે, પરંતુ આવું કંઈ છે જ નહીં માટે નાટક કરી દિલ્હીની જનતાને મુદ્દાથી ભટકાવવામાં આવી રહી છે. તેમણે ક્હયું કે, દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારનો મુદ્દો અમારા ધારાસભ્ય ઉઠાવી રહ્યા છે જેમાં ક્લાસ રૂમ ગોટાળો, કન્સ્ટ્રક્શન વર્કર અને ઈડીના ભ્રષ્ટાચાર મામલે દિલ્હી સરકાર ઘેરાઈ ગઈ છે માટે આ પ્રકારે નાટક કરી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular