Friday, July 3, 2026
HomeGeneralવડોદરા પોલીસની સરાહનીય પહેલ, ફરિયાદ વિના પણ કરશે મહિલાઓની મદદ

વડોદરા પોલીસની સરાહનીય પહેલ, ફરિયાદ વિના પણ કરશે મહિલાઓની મદદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં થોડા દિવસો અગાઉ એક તરફી પ્રેમીએ એક યુવતી તૃષાની હત્યા કરી હતી. આ કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચા પામ્યો હતો, ત્યાર બાદ આજે વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે અગત્યની જાહેરાત કરી હતી, જે અંતર્ગત યુવતીઓ પરેશાન કરતાં છોકરાઓ સામે શી ટીમમાં ફરિયાદ કરી શકે છે અને જો તેમને ફરિયાદ ન કરવી હોય તો પણ પોલીસ તેમની મદદ કરશે.



ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ થતાં અપરાધોમાં વધારો આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના અપરાધ ઘટાડવા માટે આવ પગલાં લેવામાં આવે તે સરાહનીય કામગીરી છે. મહિલાઓની મદદ માટે પોલીસ દ્વારા શી ટીમ બનાવવામાં આવી છે. યુવતીઓને જો બોયફ્રેન્ડ કે અન્ય કોઈ પણ યુવક હેરાન પરેશાન કરતો હોય તો વડોદરા શહેર પોલીસ દ્વારા શી ટીમને ખાસ સૂચના આપવામાં આવી છે કે ફરિયાદ વગર પણ આવી યુવતીઓની મદદ કરવી.

વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યુ હતું કે, “પોલીસના ધાયને આવ્યું છે કે યુવતીઓ પર્શનલ મેટરમા અથવા લવ મેટરમાં મુશકેલી પડે તો પોલીસ ફરિયાદ કરવામાં અચકતા હોય છે, અમે આવી યુવતીઓને નિવેદન કરીએ છે કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે કોઈ પણ છોકરો તમને હેરાન કરતો હોય તો તરત જ શી ટીમનો સંપર્ક કરો, પોલીસ દ્વારા શી ટીમની એપ પણ બનાવવામાં આવી છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો યુવતીને ફરિયાદ ન આપવી હોય તો પણ અમે તેની યોગ્ય મદદ કરીશું.”



તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ઘણી વાર યુવતીઓની એવી સમસ્યા હોય છે કે, લવ અફેર હોય અને તેમને કોઇ પ્રોબલેમ થતો હોય તો તે પોલીસનો સંપર્ક કરવામાં ઘણી વખત સંકોચ કરતી હોય છે. તો અમારી શી ટીમ એટલા માટે જ બનાવવામાં આવી છે. આ ટીમ ગુડ ટચ-બેડ ટચની ટ્રેનિંગ પણ આપે છે. પોલીસની ‘જિંદગી’ નામની હેલ્પલાઇન પણ મહિલાઓ માટે છે જેમાં કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. જેથી યુવતીઓએ કોઇપણ જાતનો સંકોચ કર્યા વિના પોલીસની હેલ્પ લાઇન 7434888100 પર ફોન કરી શકે છે. શી ટીમ તે જગ્યા પર પહોંશે અને તેમની તમામ પ્રકારની મદદ કરશે.”


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular