નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં GRD તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના જ ઘરમાં દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ દ્વારા શંકા કરવા અને માનસિક તેમજ શારીરિક ત્રાસથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી હોય તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો અને મૃતક મહિલાના ભાઈના નિવેદનના આધારે મહિલાના પતિ સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી.
માલતિ માહિતી મુજબ મહિલાએ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ પતિ સંકા કરતો હતો અને મહિલાને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો જેના કારણે કંટાળીને મહિલાએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. મૃતક મહિલા આરતી સરસિયાનો લટકતો મૃતદેહ જોઈને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી, પોલીસને જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે મૃતકના ભાઈ પાર્થ ગોસ્વામીના નિવેદનના આધારે મહિલાના પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મૃતક્ક્ન ભાઈએ જણાવ્યુ હતું કે, “હું એચ.એન.શુકલા કોલેજમાં બીએનો પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. આરતીએ તેની મરજીથી કરણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરતી ગત તા. 11/3 ના રોજ અમારા ઘરેથી GRDમાં નોકરીએ જવાનું કહીને સવારે નીકળી હતી. બાદ અમારા ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેને ફોન કરતા તેણે જણાવ્યુ હતું કે હવે મને ફોન કરતા નહીં મે કરણ સરસીયા સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે અને હું તેની સાથે રહેવાની છું. જો કે ત્યાર બાદ આરતી જ્યારે મળતી ત્યારે તે કહેતી કે, મારો પતિ કરણ સારી રીતે રાખતો નથી, અને મને શારીરીક-માનસીક ત્રાસ આપી હેરાન- પરેશાન કરે છે. GRDમાં નોકરી કરૂ તો મારી પર શંકા કરી મને અવારનવાર મારકૂટ કરી હેરાન-પરેશાન કરતો હોવાનું પણ જણાવતી હતી. દરમિયાન ગઇકાલે રાતે બહેનની બહેનપણી કિરણનો ફોન આવ્યો હતો. અને તેણે આરતીએ કૈલાશપાર્ક શેરી નં. 2 ખાતે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું.”
પોલીસ ખાતામાં જ ફરજ બજાવતી યુવતી ઘરેલુ હિંસાનો ભોગ બનીને આત્મહત્યા કરી લેતી હોય તો સામાન્ય મહિલાની શું પરિસ્થિતી હશે તે અંગે આપણે વિચરવું જોઈએ અને જો કોઈ આવી મહિલા તમારા સંપર્કમાં હોય તો મોડુ થઈ જાય તે પહેલા તેને યોગ્ય મદદ થઈ શકે તેવું કોઈ કામ કરવું જોઈએ.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












