Monday, June 1, 2026
HomeGujaratVadodaraવડોદરાઃ પથ્થરમારા બાદ પોલીસ કમિશનર એક્શનમાં, 3 પોલીસ ઈન્સપેક્ટરની બદલી

વડોદરાઃ પથ્થરમારા બાદ પોલીસ કમિશનર એક્શનમાં, 3 પોલીસ ઈન્સપેક્ટરની બદલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ રામનવમીના દિવસે વડોદરમાં થયેલા પથ્થરમારાના બનાવ બાદ પોલીસ એકબાદ એક એક્શન લઈ રહી છે. અગાઉ પથ્થરમારાના બનાવમાં પોલીસે 43 લોકો સામે કાર્યવાહી કરી હતી. ત્યારે ગઈકાલે VHP નેતા રોહન શાહ (VHP leader Rohan Shah) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે પથ્થરમારાના બનાવ બાદ 3 વડોદર પોલીસ ઈન્સપેક્ટર (Vadodadra Police) ની બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

IBનું એલર્ટ છતાં પોલીસ સુરક્ષા આપવામાં નિષ્ફળ

રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન રાજ્યના પોલીસ વડા અને ઇન્ટેલિજન્સ બ્યુરોએ પોલીસને સતર્ક રહેવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં વડોદરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાના બે બનાવ બન્યા. શોભાયાત્રા માટે પોલીસની પરવાની હોવા છતાં પોલીસ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી. રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનાની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ? ઘટના પાછળ કોનો હાથ હતો? એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે.

- Advertisement -
આ પણ વાંચો : વડોદરામાં કોમી છમકલામાં પકડાયેલા આરોપીઓના ગેરકાયદેસર દબાણ પર ચાલશે બુલડોઝર

પથ્થરમારા બાદ 3 પોલીસ ઈન્સપેક્ટરની બદલી

બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઊભા થતાં શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘ દ્વારા 3 પી.આઇ.ની બદલી કરવામાં આવી હતી. સીટી પોલીસ મથકના પીઆઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગોરવાના પી.આઈ એચ.એમ.ધાંધલની સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

18 આરોપીના જામીન નામંજુર

વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે મોડીરાત સુઘીમાં કોંમ્બીંગ હાથ ધરીને 23 લોકોની ધરપકડ કરી હતી. ગતરોજ પાંચ આરોપીના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા અને અન્ય 18 આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. 18 લોકોએ જામીન અરજી મુકતા કોર્ટે તમામ 18 લોકોના જામીન નામંજુર કરતા તમામને ફરી જેલમાં ધકેલાયા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular