Saturday, May 18, 2024
HomeGujaratVadodaraવડોદરામાં કોમી છમકલામાં પકડાયેલા આરોપીઓના ગેરકાયદેસર દબાણ પર ચાલશે બુલડોઝર

વડોદરામાં કોમી છમકલામાં પકડાયેલા આરોપીઓના ગેરકાયદેસર દબાણ પર ચાલશે બુલડોઝર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરા: Bulldozer Action in Vadodara: ગતરોજ ગૂરૂવારે 1.00 વાગ્યાના અરસામાં વડોદરાના (Vadodara) ફતેપુરા ગરનાળા પોલીસચોકી પાસેથી રામજીની શોભાયાત્રા (Rama Navami Shobha yatra) નીકળી રહી હતી. તે દરમિયાન પાદરી મોહલ્લા પાસે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. ત્યારે અચાનક પથ્થરમારો (Stone pelters)થતાં ભારે નાસભાગ મચી હતી. જેમાં વાહનોમાં તોડફોડ પણ કરાઇ હતી. જોકે માહોલ તંગ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. હજુ તો આ ઘટના શાંત ન્હોતી પડી ત્યા તો 6 વાગ્યાના અરસામાં ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં રામજીની બીજી શોભાયાત્રા નીકળી તેમાં પણ પથ્થરમારો થયો હતો. આ અજંપાભરી ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેતા સમ્રગ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું. પોલીસ (Vadodara Police) દ્ઘારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ કોમી છમકલાની ઘટના બની હતી વડોદરામાં પણ તેના પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી જૂથ અથડામણને લઇ બેઠકોનો દૌર ચાલ્યો હતો, જેમાં સમ્રગ ઘટનાનો અહેવાલ 24 કલાકમાં ગૃહવિભાગને રજૂ કરવા આદેશ કર્યો છે. શાંતિ ડહોળનારા તત્વો સામે તાત્કાલિક અસરથી પગલા લેવા સૂચનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

હાલ સમ્રગ પથ્થરમારાની ઘટનામાં 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારામાં સામેલ શખ્સોની મિલ્કત ટાંચમાં લેવાઇ અને ગેરકાયેદસર મિલ્કતો સામે બુલડોઝર ફેરવવામાં આવશે. વડોદરાના પૂર્વ મેયર અને હાલના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું કે, “જે સ્થળ પર હિંસા ફેલાઇ હતી ત્યાં દાદાનું બુલડોઝર ચાલશે”. જે અંગે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશ્નરને સૂચનાઓ આપી દેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાંક અસામાજિક તત્વો રોફ જમાવવા માટે હિંસા ફેલાવતા કૃત્ય આચરતા હોય છે. ત્યારે આવા અસામાજિક તત્વોને બાનમાં લેવા માટે તેમના ગેરકાયદેસરના બાંધકામ સામે આગામી દિવસોમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ મનપાના બુલડોઝરની કાર્યવાહી કરવાનો સરકારે આદેશ આપ્યો છે.

ત્યારે આ પથ્થમારાની ઘટનાને લઇ રાજ્યસરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે “ગુજરાતની શાંતિ ડહોળનારા તત્વોને ગુજરાત નહીં સ્વીકારે, આ વિધ્વંશ તત્વોને ગુજરાત નહી સાંખી લે. આવી અરાજકતા ફેલાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રાજ્યસરકાર કટિબદ્ઘ છે”.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular