Friday, August 21, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 12 વર્ષે હત્યાનો ભેદ ઉકેલ્યો, 4 લોકોની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 12 વર્ષે હત્યાનો ભેદ ઉકેલ્યો, 4 લોકોની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2010માં થયેલી હત્યાને અંજામ આપનારા લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 12 વર્ષે શોધી હત્યાનો ભેદ ઉકેલ્યો (Murder Case Solved) છે. જુલાઈ 2010માં વટામણથી ધોલેરા હાઈવે પરથી યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલી હાલતમાં એક મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. આ હત્યાના ગુનામાં છેલ્લા 12 વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીઓ આખરે ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવી ગયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આરોપી સુખદેવસિંગ ઉર્ફે સુખાએ ઉત્તરપ્રદેશના અનાયતપુરની સુનીતા પાસી નામની છોકરી સાથે 2007માં બ્રિજેશ કાંતાપ્રસાદ સરોદ ઉર્ફે ટેલરની મધ્યસ્થીથી કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના દોઢ વર્ષ બાદ એક દિવસે જમવાનું ન બનાવેલું હોવાથી સુખદેવસિંગ અને સુનીતા વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીના બીજા દિવસે સુનીતા ઘરમાંથી 25 તોલાના સોનાના દાગીના, રૂપિયા 2,65,000 રોકડા સાથે તેના દિકરાને લઈને ઘર છોડી જતી રહી હતી.

- Advertisement -

આ અંગેની વાત બ્રિજેશને કરવામાં આવતા હું શું કરૂ તેમ કહીને પોતે આ બાબતે કંઈ પણ જાણતો ન હોવાનું કહ્યું હતું. પરંતુ સુનીતા ઘર છોડીને જતાં રેતા સુખદેવસિંગેને બ્રિજેશ પર શંકા હતી. બ્રિજેશને ડરાવવા ધમકાવવા માટે મોહમંદઉમરને ફોન કરીને જણાવતા ત્રણથી ચાર લોકોને લઈને આવવા કહ્યું હતું. જેથી સુખદેવસિંગે સહિત મોહંમદઉમર, ફીરોજ શેખ, અબ્દુલગફાર કુરેશી અને મિદતએ રીતેના કાર લઈને વડોદરાના રણોલી આવ્યા હતા અને બ્રિજેશને ડરાવ્યો ધમકાવ્યો હતો.

તેમ છતાં બ્રિજેશ ન માનતા તેના હાથ પગ બાંધીને ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ ગાડી વટામણથી ધોલેરા ચોકડી તરફ લઈ ગયા હતા અને મોટી બોરૂ ગામ પાસેના રોડની બાજુમાં ગયા હતા. જ્યાં સુખદેવસિંગે બ્રિજેશને છાતી અને ગળાના ભાગે છરીના ધા મારી હત્યા કરીને ગાડીમાં પાછા નિકળી ગયા હતા. આરોપીઓ જે ગાડી લઈને આવ્યા હતા તે એસ.જી. હાઈવેને ગુરુદ્વારા પાસેથી ચોરી કરી નંબર પ્લેટ બદલી નાખી હતી. હત્યાને અંજામ આપ્યાના દોઢ મહિના બાદ કારને ભરૂચથી ઝઘડીયાના રોડ પર ઝાડી વિસ્તારમાં મુકી દીધી હતી.

બ્રિજેશ ઘરે પરત ન ફરતા તેની પત્ની સંગીતાએ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે બ્રિજેશનો મૃતદેહ અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના બોરૂ ગામની સીમમાંથી મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ હત્યાને એક દાયકાથી વધુ સમયવીતી જવા છતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ 12 વર્ષે હત્યાનો ભેદ ઉકેલીને 4 લોકોની ધરપકડ કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular