નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News: વડોદરામાં PCBની ટીમે આજે દરોડો કરતા એક તીરે બે નિશાન લાગ્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાની PCBની ટીમને દારૂ અંગે માહિતી મળતા જ શહેરના માંજલપુર વિસ્તારમાં દરોડો કર્યો હતો. PCBની ટીમે દરોડો કરતા દારૂનો (Liquor) જથ્થો તો મકાનમાંથી મળી આવ્યો હતો. પરંતુ તેની સાથે ક્રિકેટસટ્ટામાં (Cricket Betting) વપરાતા આધુનિક ઈલેક્ટ્રીક સાધનો અને રોકડ રકમ સહિત રૂપિયા 5.44 લાખનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

વડોદરામાં PCBની ટીમના ASI અરવિંદ કેશવરાવ અને હિતેન્દ્રસિંહ ગણપતસિંહને માહિતી મળી હતી કે, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા એક મકાનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. માહિતીના આધારે વડોદરા PCBની માંજલપુર વિસ્તારના વિશ્વામિત્રી ટાઉનશીપ નજીક આવેલા શ્રમ રેસીડેન્સીના મકાન નંબર 10માં દરોડો કર્યો હતો. પોલીસે મકાનમાં દરોડો કરતા વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની ટીમે ઘરમાં તલાસી લેતા દારૂની સાથે ક્રિકેટ સટ્ટા માટે વપરાતા કેટલાક ઈલેક્ટ્રોનિક સાધનો, મોબાઈલ અને લેપટોપ પણ મળી આવ્યા હતા. પોલીસે ઘરમાંથી ભાવિક ગાંધી અને નરેન્દ્ર પરમારની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો હતો. સાથે જ ક્રિકેટ સટ્ટાના સાધાનો અંગે અલાયદી જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મુખ્ય સુત્રધાર રાહુલ જોષી, રાહુલ ઓડ અને યશ નામના વ્યક્તિ કેમની સાથે સંકળાયેલા છે. જેથી પોલીસે ફરાર મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે દરોડા દરમિયાન દારૂની કુલ 467 બોટલ, બીયર ટીન 152 સહિત મોબાઈલ, કાર, એક્ટીવા, રોકડ રૂપિયા 13,100 સહિત કુલ રૂપિયા 5,44,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મકાનના ઉપરના માળના રૂમમાંથી કાળા કલરની બ્રિફકેસ, મોબાઈલ, હિસાબના ચોપડા કુલ મળીને રૂપિયા 47,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








