Sunday, May 31, 2026
HomeGujaratGandhinagarમંત્રી કુંબેર ડીંડોરના અધિક અંગત સચિવને લાંગા પ્રકરણમાં નામ આવતા હટાવાયા

મંત્રી કુંબેર ડીંડોરના અધિક અંગત સચિવને લાંગા પ્રકરણમાં નામ આવતા હટાવાયા

- Advertisement -

તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ. ગાંઘીનગર): Gandhinagar News : ગુજરાતમાં અત્યારે પેથાપુર-મુલાસણા જમીન પ્રકરણનાં (Land Scam) સૌથી ચર્ચાસ્પદ કિસ્સામાં ગાંધીનગરના ભૂતપૂર્વ કલેક્ટર અને IAS એસ. કે. લાંગાની (SK Langa) ધરપકડ થયા પછી કોંભાડની તપાસ માટે સરકારે નિમેલી કમિટીના અઘ્યક્ષ વિનય વ્યાસે લાંગાના હાથ નિચે કામ કરતાં અઘિકારીઓ કેટલા અંશે જવાબદાર છે, તેનો અહેવાલ સરકારને જમા કરાવ્યો હતો. આ પ્રકરણનો રેલો પ્રાથમિક શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં અઘિક અંગચ સચિવ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ઝાલા સુઘી પહોચતા તાત્તકાલિક ઘોરણે તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે, તેવી ચર્ચા સચિવાલય સંકુલમાં થઈ રહી છે.

અજયસિંહ ઝાલા ગાંઘીનગર કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ તરીકે ભૂતપૂર્વ કલેક્ટર લાંગા સાથે ફરજ બજાવતા હતા. તે દરમિયાન જમીન પ્રકરણમાં એસ. કે. લાંગાની ધરપકડ થતા લોકોમાં એ ચર્ચાએે જોર પકડ્યું હતું કે, આનો રેલો સચિવાલય સુઘી પહોંચે તો નવાઈ નહીં. ઝાલા ઘણા સમયથી સચિવાલયમાં પ્રાથમિક શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના કાર્યાલયમાં અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા હતા. પરતું સમગ્ર પ્રકરણની તપાસનો અહેવાલ કમિટીના અધ્યક્ષ વિનય વ્યાસને સોંપવામાં આવ્યો હતો, જેમાં પેથાપુર-મુલાસણા જમીન પ્રકરણમાં જેટલા અધિકારીઓ સંડોવાયેલા છે તેમનો ઉલ્લેખ કર્યો હતો. જે કારણોસર તેમને અહિયાંથી હટાવી દીધા હોવાની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે.

- Advertisement -

અજયસિંહ કલેક્ટર કચેરીમાં લેન્ડ રેકોર્ડર તરીકે હોવાથી ગણોતઘારો અને પ્રિમિયમની બાબતોના અભિપ્રાયમાં તેમની ભુમિકા હોવાની ચર્ચા સામે આવી હતી. જે તપાસ અહેવાલમાં હોવાનો પણ ઉલ્લેખ થયો છે. તેથી ઘણા સમયથી તેમને હટાવવામાં આવશે તેવી વાતો સામે આવી હતી. અંતે શુક્રવારે તેમને હટાવી પરત સામાન્ય વહિવટી વિભાગમાં મોકલવામાં આવ્યા છે અને તેમની જગ્યા પર શિક્ષણ મંત્રી ડીંડોરના (Minister Kuber Dindor) કાર્યાલયમાં અધિક અંગત સચિવ તરીકે વિજય જી. સાંગડિયાને મૂકવામાં આવ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular