Thursday, April 24, 2025
HomeGujaratVadodaraવડોદરાની ICICI બેંકનું મશીન ગોટે ચઢ્યું? વાંચો કેવો થયો છે લોચો

વડોદરાની ICICI બેંકનું મશીન ગોટે ચઢ્યું? વાંચો કેવો થયો છે લોચો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ નકલી નોટ વટાવવાના અનેક કિસ્સાઓ તમે જોયા હશે. જેમાં સામાન્ય જનતાને છેતરીને નકલી નોટ (Fake Currency) વટાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ વડોદરા (Vadodara) બે વ્યક્તિઓએ જનતાને નહીં પણ મશીનને જ ઉલ્લુ બનાવી દિધુ હોય તેવી ઘટના સામે આવી છે. આ ઘટના પરથી કહી શકાય કે ગઠિયાઓએ મશીનને પણ પોતાની ચાલમાં ફસાવી દેવામાં સફળતા મેળવી લીધી છે. ત્યારે હવે આ મશીનની આવશ્યક્તા અને કામગીરી પણ સવાલોથી ઘેરાઈ છે.

વડોદરાના ICICI બેંકના ડીપોઝીટ મશીન (Currency Deposit Machine)માંથી નકલી ચલણી નોટો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે ડીપોઝીટ મશીનમાં થોડી વળી ગયેલી કે લખાણ લખેલી નોટો પણ જમા ન થતી હોય તેમાં નકલી નોટ કેવી રીતે ધુસી ગઈ તે એક મોટો સવાલ છે.

- Advertisement -

વડોદરા જિલ્લાની અટલાદરા શાખામાં ICICI બેંક (ICICI bank Atladara Branch)ના બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા આલોક ખંડેરાવ શીંદેએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડોદરાના ICICI બેંકના ATM મશીનના નાણા અમારી શાખામાં જમા કરવામાં આવે છે. ATM મશીનમાં કેશ લોડીંગ અનલોડીંગનું કામ સી.આર.એજન્સીને સોંપવામાં આવેલું છે. 1 મેના રોજ સુભાનપુરા ખાતે આવેલા કેશ ડીપોઝીટ મશીનમાં રીજેક્ટેડ ટ્રેમાંથી રૂપિયા 200ના દરની 38 નોટો મળી આવી હતી. જે નોટોને સી.આર.એજન્સીના માણસોએ બેંકમાં જમા કરાવી હતી.

બેંકના કેસીયરે અને મેનેજરે આ નોટના જથ્થાને શોર્ટીંગ મશીનમાંથી પસાર કરી ખાત્રી કરતા નોટ નકલી હોવાનું સામે આવ્યું હતુ. આ નોટ ડીપોઝીટ મશીનમાં કોણે જમા કરાવી તે અંગે તપાસ કરતા કાર્તીક રહે. નાગપુર બ્રાન્ચનએ જમા કરાવી હતી. ડીપોઝીટ મશીનના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ગત 28 એપ્રિલના રોજ એક મહિલા અને એક પુરૂષ નકલી નોટને ડીપોઝીટ મશીનમાં નાખી હોવાનું જોવા મળ્યું હતું.

હાલ આ મામલે બેંકના મેનેજરે વડોદરા ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે સી.સી.ટી.વી. અને નકલી નોટના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.

- Advertisement -

Tag: Fake Currency Case Vadodara News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular