નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબી (Morbi) જિલ્લાના ખાખરેચી ગામમાં એક શ્રમજીવી પરિવારની બાળકી મંદિર પાસે રમી રહી હતી, તે દરમિયાન બપોરના સમયે એક અજાણી વ્યક્તિ બાળકીને ચોકલેટની લાલચ આપી બાળકીનું અપહરણ (Girl kidnapping Case)કર્યું હતું. આજુબાજુ બાળકી ન દેખાતા માતા ગભરાઈ ગઈ હતી અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જોકે રાત સુધી દીકરી ન મળતા અંતે માતાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન (Maliya Miyana Police Station) ખાતે અજાણ્યા વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હંસાબેન ચૌહાણ જે મૂળ ચોરવાડના ગામના રહેવાસી છે અને નોકરી-ધંધો કરવા માટે પોતાની બે વર્ષની દીકરી સાથે માળિયા મિયાણા ખાતે આવેલા ખખંરેચી ગામમાં આવ્યા હતા. પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ ખૂબ થાકી ગયા હોવાથી બપોરે બે વાગ્યાના અરસામાં જમીને મંદિર પાસે સુઈ ગયા હતા. તે દરમિયાન તેમની બે વર્ષની દીકરી મંદિરની પાસે રમી રહી હતી. ત્યારે એક અજાણ્યા વુયક્તિએ બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. જોકે હંસાબેન ઉંઘીને ઉઠતા દીકરી દેખાઈ ન હોતી. જેને લઈ તેમણે આજુબાજુમાં પૂછપરછ કરતા કોઈ ભાળ મળી ન હતી.
કલાકો સુધીની શોધખોળ બાદ પણ દીકરી ન મળતા અંતે હંસાબેનએ માળિયા મિયાણા પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ઘ અપહરણની અંગે ફરિયાદ નોંધવી હતી. જેં અંગે પોલીસે ફરિયાદ નોંધી બાળકીની શોધખોળ માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથધરી હતી. ત્યાર બાદ બીજા દિવસે ખંખરેચી ગામના ખેતરમાંથી બાળકી મળી આવી હતી. બાળકી મળી આવતા માતાએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. બાળકીનું કોણે કર્યું અને શું કામ કર્યું તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








