નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News: કયારેક આર્થિક સંકડામણ તો કયારેક બીમારી, માનસિક તણાવના કારણે લોકો જિંદગીથી કંટાળી આત્મહત્યાનું પગલું ભરતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર આર્થિક સંકડામણના કારણે વડોદરાના (Vadodara) એક પરિવારનો ભોગ લેવાયો છે. જ્યાં એક પથ્થર દિલની જનેતાએ પોતાની બે દીકરીઓને ઝેર પીવડાવીને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ (Suicide attempt) કર્યો હતો. જોકે સ્થાનિક લોકોની સરતર્કતાના કારણે માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં બી 66 મકાનમાં એક ડિવોર્સિ મહિલા તેની બે દીકરીઓ સાથે રહેતી હતી. જેમાં મોટી દીકરી હની બી કોમમાં અભ્યાસ કરતી હતી અને નાની દીકરી શાલિની 9 ધોરણમાં અભ્યાસ કરતી હતી. દક્ષાબેન આર્થિક સંકળામણથી કંટાળી આજરોજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી હતી. જોકે દીકરીઓનું મૃત્યુ ન થતાં ગળુ દબાવી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે આ સમય દરમિયાન દક્ષાબેનના ઘરમાંથી એક યુવકને નિકળતા જોઈને પાડોશીએ ચોરની શંકાએ બુમાબુમ કરીને દક્ષાબેનના ઘરે તપાસ કરવા માટે પહોંચ્યા હતા. પાડોશી ઘરમાં પ્રવેશતા જ દક્ષાબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ દક્ષાબેનને ઉતારી લેતા તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત દક્ષાબેનને સારવાર માટે શહેરની SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને દક્ષાબેનના ઘરમાંથી તેમની બે દીકરીઓનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ કારેલીબાગ પોલીસને (karelibaug police) કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે બંને દીકરીઓના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
ઘટનાને પગલે સ્થાનિક પોલીસની સાથે DCP પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, 20 દિવસ પહેલા દક્ષાબેન ચૌહાણ તેમની બે દીકરી હની અને શાલિની સાથે અહીંયા રહેવા આવ્યા હતા. આજરોજ દક્ષાબેનએ દીકરીઓની હત્યા નિપજાવી હતી અને પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાતના પ્રયાસ કર્યો હતો. હાલ મહિલાને SSG હોસ્પિટલ સારવાર માટે મોકલી આપી છે. જે મામલે કારેલીબાગ પોલીસે દીકરીઓની માતા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








