નવજીવન ન્યૂઝ. લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે સપા નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અખિલેશ યાદવ મૈનપુરીની કરહલ સીટથી અને આઝમ ખાન રામપુરથી ધારાસભ્ય બન્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવ વિપક્ષના નેતા બની શકે છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે કરહલ સીટ પર ડૉ.એસ.પી સિંહ બઘેલને હરાવ્યા હતા. ચૂંટણી પરિણામોમાં ભાજપને બહુમત મળ્યો તો સપા પણ 100 સીટોનો આંકડો પાર કરીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
વાસ્તવમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ એક ચર્ચા ચાલી રહી હતી, અખિલેશ યાદવ ધારાસભ્ય પદને છોડી દેશે અથવા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. આજે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપીને તેમણે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
![]() |
![]() |
![]() |











