Thursday, September 3, 2026
HomeGeneralUS: કૃષ્ણનો સાથ હશે તો કોવિડ જેવી મહામારીનો સામનો કરી શકીશું: આશ્રયકુમારજી

US: કૃષ્ણનો સાથ હશે તો કોવિડ જેવી મહામારીનો સામનો કરી શકીશું: આશ્રયકુમારજી

- Advertisement -

દિવ્યકાંત ભટ્ટ (નવજીવન ન્યૂઝ.એટલાન્ટા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં શ્રીમદ્ વલ્લભાચાર્યના પ્રાગટ્યોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત વલ્લભાખ્યાનનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસીય વલ્લભાખ્યાનમાં યુવા વૈષ્ણવાચાર્ય આશ્રયકુમાર મહોદયે સમજાવ્યું હતું કે, ભગવદ્ નામ સ્મરણ થકી ગોવિંદ (શ્રીકૃષ્ણ)નો સાથ હશે તો કોવિડ જેવી ગમે તેટલી મહામારી આવશે તો તેનો સામનો આપણે કરી શકીશું.



એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ વર્ષે જગદગુરુ મહાપ્રભુના પ્રાગટ્ય પર્વની ઉજવણી અનોખી રીતે કરાઇ હતી. જે અંતર્ગત પુષ્ટિ ધર્મની પ્રચાર-પ્રસાર યાત્રા હેઠળ ગોકુલધામ આવેલા યુવા વૈષ્ણવાચાર્ય આશ્રયકુમારના ત્રણ દિવસીય વલ્લભાખ્યાનનું આયોજન કરાયું હતું.

વલ્લભાખ્યાનમાં આશ્રયકુમારએ સમજાવ્યું હતું કે, શ્રીમદ્ વલ્લભાચાર્યે પુષ્ટિ માર્ગની સ્થાપના કરવા ઉપરાંત વલ્લભ બ્રહ્મ સાથે આપણો સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તિની પરંપરામાં આપણને લીન કરી પ્રભુની નજીક લઇ જાય છે. વલ્લભાચાર્યે ઘેરઘેર પ્રભુને બિરાજમાન કરી પુરુષની સાથે સ્ત્રીને પણ પ્રભુ સેવાનો લાભ આપ્યો છે. જાતિ-ભેદ કે ઊંચ-નીચનો ભેદ કર્યા વિના સૌનો સ્વીકાર કર્યો છે. પ્રભુ ભક્તિના માર્ગે કશું છોડીને નહીં કે કશું તોડીને નહીં પણ પ્રભુ તરફ પોતાની જાતને સમર્પિત કરી જઇ શકાય તેવો બોધ આપ્યો છે.

વલ્લભાખ્યાનની પૂર્ણાહુતિ શનિવારે મહાપ્રભુના પ્રાગટ્ય પર્વની ઉજવણી હેઠળ શોભાયાત્રા અને નંદ મહોત્સવના મનોરથ સાથે થઇ હતી.



મહાપ્રભુના પ્રાગટ્યોત્સવના મુખ્ય મનોરથી તરીકે સ્વ. વિપિનભાઇ અને મનોરમાબહેન મજમુદાર અને સહ-મનોરથી તરીકે કિન્તુ અને રોશની શાહ તેમજ બેલા અને બિરેન શાહે લ્હાવો લીધો હતો. પાલખીમાં વલ્લભાચાર્યની પ્રતિમાને બિરાજમાન કરી ગોકુલધામ પરિસરમાં શોભાયાત્રા નીકળી હતી. ભજન-કિર્તનના ગાન સાથે નીકળેલી શોભાયાત્રામાં ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ હેતલ શાહ, અલકેશ શાહ, ગિરીશ શાહ, પરિમલ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મનુભાઇ પટેલ, રંજનબહેન શિરોયા, અશ્વિન પટેલ અને કિરીટ શાહ સહિત વિવિધ સ્વયંસેવકોએ મહાપ્રસાદની સેવા માટે જહેમત ઊઠાવી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular