Monday, June 8, 2026
HomeGeneralઆપણે આવી રીતે પણ નક્કી કરતાં કે વરસાદ કેવો રહેશેઃ જુઓ આ...

આપણે આવી રીતે પણ નક્કી કરતાં કે વરસાદ કેવો રહેશેઃ જુઓ આ દેશી ગુજરાતી સ્ટાઈલનો વીડિયો

- Advertisement -




નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ વરસાદ સારો પડશે તેવી આ વર્ષે પણ દેશી રીતે આગાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રાચીન સમયથી વરસાદની આગાહી ઘણી બધી રીતે કરવામાં આવતી રહી છે, જેમકે જેટલી ઊંચાઈ પર ટીટોડીના ઇંડા મુકાય તેટલો વરસાદ, ટીટોડી કેટલા અને ક્યાં ઈંડા મૂકે છે, કેરીને ફળ, ફૂલ, ઝાડ ઉપર કેરી ક્યારે આવે છે, ફૂલ ક્યારે આવે છે, કઈ દિશામાં પવન છે, કેટલો તડકો છે તેના આધારે આગાહી કરતા હતા, તેના ઉપરથી વરસાદનો વરતારો કરવામાં આવતો. આ ઉપરાંત પણ એક રીત છે જેનો પણ વીડિયો આપણે અહીં જોઈશું અહેવાલના અંતે અને તેને પણ જાણીશું.

મિત્રો આ વર્ષે ટીટોડીએ એક ખેતરમાં ચાર ઈંડા મૂક્યા છે આના ઉપરથી પ્રાચીન વિદ્યા મુજબ કેવો વરસાદ રહેશે તેનો વરતારો આપણા પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે. આ વરતારાઓ કેટલા સાચા પડે છે તેનું નક્કર પરિણામ આપવું મુશ્કેલ છે. અહીં વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે તારીખ 5 મે 2022ના રોજ મુન્દ્રા તાલુકાના પત્રી ગામના રણછોડભાઈ આહીરના ખેતરમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે અને તેના આધારે કેવો વરતારો કરવામાં આવી રહ્યો છે, તે પણ આપણે વીડિયોમાં જોઈએ. આપણને ખબર છે કે હાલની નવી ટેકનોલોજી પ્રમાણે સેટેલાઈટની મદદથી ચોમાસામાં કેવો વરસાદ પડશે તેવી આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો આટલો બહોળો વિકાસ નહોતો ત્યારે પણ વરસાદની આગાહી આપણા પૂર્વજો કરતાં અને તે આવા અવલોકન અને અભ્યાસને આધારે કરતા હતા.



આવી આગાહીઓ જે ઘણી બધી વાર સાચી સાબિત થતી હતી. જૂની પ્રથા મુજબ જો ટીટોડી નામનું પક્ષી 4 અથવા તેનાથી વધારે ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે તેવું કહેવાય, પાછી ટીટોડી વધુ ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વ્યાપક અને ધોધમાર વરસાદ વરસે તેવું કહેવાય. ઈંડા વૈશાખ મહિનાના અંતે જો મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય, આવી ઘણી માન્યતાઓ વર્ષોથી પ્રચલિત છે. આ પ્રકારે ટીટોડીના ઇંડા ઉપરથી આપણા પૂર્વજો વર્ષોથી વરસાદનો વરતારો કરતા આવ્યા છે અને આ વર્ષે પણ ટીટોડીએ અહીં ચાર ઈંડા મુક્યા છે તેથી ચોમાસું આ વખતે વહેલું બેસશે અને ચાર મહિના સુધી સારો વરસાદ પડશે તેવો તર્ક લગાવાઈ રહ્યો છે. જોકે તર્ક તો એવો પણ લગાવાઈ રહ્યો છે કે ટીટોડી અલગ અલગ વિસ્તારો અને જગ્યા પર અલગ અલગ રીતે ઈંડા મુકે છે અને તેમ વરસાદની પણ લોકો પોતાના વિસ્તારમાં મુકાયેલા ઈંડાઓને આધારે આગાહી કરતાં હોય છે.

- Advertisement -

બીજી એક પ્રચલિત પ્રથા પણ ચલણમાં છે.

અહીં એક ગામમાં કુંભાર ( પ્રજાપતી ) ચાકડા વડે 4 કાચી માટીની કુલડી બનાવે અને તેમાં પાણી ભરવામાં આવતું હોય છે. ચાર કુલડી એટલે ચાર માસ સમજવાના. આ ચારેય કુલડી કાચી માટીની હોય, મતલબ કે તેને આગમાં પાક્કી કરેલી ન હોય, કાચી માટીની કુલડી પાણી ભરાવાથી ફાટી જાય તો ક્રમ પ્રમાણે તે માસમાં વરસાદ સારો પડશે તેમ માનવામાં આવે છે. જેનો વીડિયો પણ આપણે અહીં જોઈએ તો વધુ ખ્યાલ આવશે. જોકે આ એક આપણા પૂર્વજોની રીત છે પણ આપણે આશા રાખીએ કે વરસાદ સારી રીતે થાય અને દેશનો ખેડૂત સમૃદ્ધ બને, જેના કારણે આપણા દેશની પણ પ્રગતી થાય.



(નોંધ : અહીં પ્રાચીન પ્રથા અંતર્ગત જે તે વ્યક્તિ કે સમુદાય દ્વારા એક અંગત તારણ રજૂ કરવામાં આવ્યું છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. આ એક માત્ર જ્ઞાન લેવા પુરતી બાબત છે, જેનું સમર્થન કે વિરોધ અમે કરતાં નથી. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવુ.)
(અહેવાલ અને વીડિયો આભાર સહઃ મહેશ ઠાકર, અમદાવાદ તરફથી)

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular