નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત (PM Modi US Visit) દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (joe biden) વચ્ચેની બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધો સુધારવા પર સહમતિ બની છે. ગુરુવારે પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન, જો બાઈડનના વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું કે, ભારતના લોકો સાથેના સંબંધોને મજબૂત કરવા માટે યુએસ ભારતના વધુ બે શહેરોમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે.
આ ડીલ હેઠળ ભારત સિએટલમાં કોન્સ્યુલેટ ખોલશે, જ્યારે અમેરિકાએ અમદાવાદ અને બેંગલુરુમાં કોન્સ્યુલેટ ખોલવાની વાત કરી છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “યુએસ બેંગલુરુ અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવા માંગે છે. એ જ રીતે, ભારત 2023માં સિએટલમાં તેના વાણિજ્ય દૂતાવાસના ઉદઘાટનની તૈયારી કરે છે અને યુએસમાં નવા વાણિજ્ય દૂતાવાસની જાહેરાત કરવા માટે પણ ભારત ઉત્સાહિત છે.”
અત્યાર સુધી ભારતે અમેરિકામાં વોશિંગ્ટન, ન્યૂયોર્ક, સૈન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં વાણિજ્ય દૂતાવાસ ખોલ્યા છે. હવે સિએટલમાં નવું કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. જેમાં અલાસ્કાનો પણ સમાવેશ થશે. તે જ સમયે, નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંથી એક છે. આ દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાર દૂતાવાસોની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.
વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને 1,25,000 વિઝા આપ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો વિદેશી વિદ્યાર્થી સમુદાય છે, ગત વર્ષમાં અમેરીકામાં ભારતીય વિદ્યાર્થીઓમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. તે જ સમયે, ભારત સાથે રાજદ્વારી સંબંધોમાં એક મોટું પગલું લેતા, અમેરિકા પણ H1B વિઝા પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








