નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Honey Trap: ગુજરાતમાં સતત હનીટ્રેપની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વડોદરામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જ્યાં એક વયોવૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને યુવતી અને ટોળકી દ્વારા રૂપિયા 50 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. જોકે વૃદ્ધ પાસે આ ટોળકી વધુ પૈસાની માગણી કરતાં વૃદ્ધે તેમના મિત્રને વાત કરતાં આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે (Vadodara Police) હનીટ્રેપની ફરિયાદ મળતા યુવતીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના ફતેગંજમાં રહેતા વૃદ્ધની પત્નીનું નિધન થતાં તેઓ એકલા જ રહેતા હતા. જ્યારે તેમના દિકરો આબુધાબી ખાતે રહે છે. વડોદરામાં વૃદ્ધ એકલા રહેતા હોવાથી ઘરનું કામ કાજ તેમનાથી થતું ન હોવાના લીધે ઘરકામ કરવા માટે એક બેનને તેમણે રાખ્યા હતા. પરંતુ કામ કરવા આવતા બહેન બિમાર પડતાં તેમણે વૃદ્ધના ઘરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી વૃદ્ધે ઘરકામ માટે બેન જોઈએ છે તેવી પેપરમાં જાહેરાત આપી હતી.
પેપરમાં જાહેરતા આપ્યાના થોડાક દિવસ બાદ જૂની કામવાળી બેન કામ પર પરત ફરી હતી. પરતું પેપરમાં જાહેરાત જોઈને ફતેગંજ વિસ્તારમાં રહેતી શહેનાઝ વૃદ્ધના ઘરે ઘરકામ માટે આવી હતી. અગાઉ કામ કરતાં બેન પરત આવી જતાં વૃદ્ધે કામ હશે તો જણાવશે તેમ કહ્યું હતું. જૂના કામવાળા બેન ફરીથી બીમાર પડ્તા વૃદ્ધે કામની શોધમાં આવેલી યુવતી શહેનાઝનો 13 જૂનના રોજ સંપર્ક કર્યો હતો. જેથી યુવતી બપોરના સમયે વૃદ્ધના ઘરે આવી પહોંચી હતી. યુવતી આવ્યાના થોડ સમય બાદ બે મહિલાઓ અને એક પુરષને શહેનાઝે બોલાવ્યા હતા.
આ દરમિયાન યુવતીએ પોતાના કપડાં ઊતારીને બહાર આવી ગઈ હતી અને વૃદ્ધે તેની સાથે બળજબરી કરી હોવાના ખોટા આક્ષેપો કર્યો હતો. આ તકનો લાભ લઈને યુવતીએ બોલાવેલા બે મહિલા અને એક પુરુષે વૃદ્ધને બદનામ કરી નાખવાની ધમકી આપીને રૂપિયા 10 લાખની માગણી કરી હતી. પરંતું વૃદ્ધે આટલી મોટી રકમ આપવાની ના પડતાં આખરે દોઢ લાખની માગણી કરવામાં આવી હતી. વૃદ્ધ પાસે 50 હજાર જ હોવાથી ચારેય લોકોએ 50 હજારની રકમ પડાવીને વૃદ્ધના ઘરેથી જતા રહ્યા હતા.
આ ટોળકી બીજા દિવસે ફરીથી વૃદ્ધ પાસે રૂપિયા લેવા માટે પહોંચ્યા હતા. પરંતું વૃદ્ધ સાથે તેમના મિત્ર હાજર હોવાથી પરત જતાં રહ્યા હતા. આ ટોળકી દ્વારા અવાર-નવાર રૂપિયાની માગણી કરવામાં આવતા આખરે કંટાળીને વૃદ્ધે તેમના મિત્રને જાણ કરી હતી. મિત્રએ વૃદ્ધને આ અંગે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતા વૃદ્ધ સંયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. વૃદ્ધે હનીટ્રેપ અંગેની પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેક્નીકલ સોર્સના આધારે આ યુવતીને ઝડપી પડી હતી. પોલીસે યુવતીની પુછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








