Monday, February 17, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી

- Advertisement -

આસીફ કાદરી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં (Ahmedabad) આજે સવારના સમયે સાબરમતી વિસ્તારમાં આવેલી શિવમ રો-હાઉસ નામની સોસાયટીમાં એક પાર્સલમાં બ્લાસ્ટ (Parcel Blast) થવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટની ઘટના બાદ પીડિત પરિવારનું નિવેદન આવ્યું હતું કે, આ આતંકવાદી હુમલો છે. પરંતુ પોલીસ (Ahmedabad Police) તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, અંગત અદાવતમાં આ પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ, અમદવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસમાં રહેતા બળદેવ સુખડિયા નામના વ્યક્તિને ત્યાં બે વ્યક્તિઓ પાર્સલ આપવા માટે આવ્યા હતા. બળદેવ સુખડિયા પાર્સલ ખોલે તે પહેલા જ અચાનક ધડકાભેર બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટનો અવાજ સાંભળી આસપાસમાં રહેતા લોકો બહાર નિકળી આવ્યા હતા. આ બ્લાસ્ટના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે, સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ તપાસ હાથધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.

- Advertisement -

ઘટનાસ્થળે પહોંચેલા સેકટર 1 JCP નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, “આજે સવારના સમયે બે જેટલા વ્યક્તિઓ પાર્સલ આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન પાર્સલ સ્વીકારતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ગૌરવ ગઢવી અને તેના મિત્ર રોહનની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરતા પારિવારિક વિવાદ હોવાથી તેમણે પાર્સલમાં કેમિકલ બેટરી તેમજ બ્લેડના ટુકાડાઓ વડે આ બોમ્બ તૈયાર કર્યો હોવાનું સામે આવ્યું છે. તેઓએ બળદેવ સુખડિયાને ઈજા પહોંચાડવાને ઈરાદે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.”

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular