Saturday, March 15, 2025
HomeBusiness૨૦૨૫મા નિકલમાં મોટી તેજી સંભવિત નથી

૨૦૨૫મા નિકલમાં મોટી તેજી સંભવિત નથી

- Advertisement -

વર્તમાન વર્ષે નિકલના સૌથી મોટા વપરાશકાર સ્ટેનલેસ સ્ટીલ ઉધ્યોગની માંગે બજારને નિરાશ કર્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): લંડન મેટલ એક્સ્ચેન્જ (LME)પર પાંચ ટકાના ભાવ ઘટાડા સાથે સૌથી વધુ ભાવ ઘટાડો આ વર્ષે અત્યાર સુધીમાં નિકલનો (Nickel)રહ્યો છે. શુક્રવારે ઇન્ટ્રાડેમાં ત્રિમાસિક નિકલ વાયદો ૧૫૮૦3 ડોલર પ્રતિ ટન બોલાયો હતો. બજારમાં વધતો પુરાંત પુરવઠો અને નબળી માંગ જોતાં ટૂંકાગાળામાં ભાવ વધવાની સંભાવના પણ ઘટી ગઈ છે. ગ્લોબલ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ આઈએનજીના મેટલ એનાલિસ્ટ કહે છે કે, અમને નથી લાગતું કે માંગ પુરવઠાના ફંડામેન્ટલ્સ ૨૦૨૫મા નિકલમાં મોટી તેજી લાવવામાં ટેકરૂપ પુરવાર થાય. આ વર્ષે નિકલના સૌથી મોટા વપરાશકાર સ્ટેનલેસ સ્ટીલની માંગે બજારને નિરાશ કરી છે.

ભાવ તો જ વધશે જો સ્ટીલ ઉધ્યોગની માંગ મોટી રહે અને ઈન્ડોનેશિયા નિકલ કાચી ધાતુની સપ્લાયમાં ઘટાડો કરે, તે સિવાય ૨૦૨૫મા નિકલના વાર્ષિક સરેરાશ ભાવ ૧૫,૭૦૦ આસપાસ રહેશે. અમારું માનવું છે કે ઇવી વ્હીકલની માંગ ધીમી રહેશે, અને ટ્રમ્પ સરકારની બીજી મુદતમાં ઇવી વાહનોને ખાસ કઈ પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડવામાં નહીં આવે, પરિણામે નિકલને નીચે જવાનું જોખમ વધી જશે. યુબીએસ ફાયનાન્સિયલ સર્વિસ મુજબ ત્રીજા ત્રિમાસિકમાં મેટલ બજાર આમ પણ સુસ્ત રહી હતી.

- Advertisement -

પરંતુ અમેરિકન વ્યાજ કપાત અને ઓકટોબરમાં ચીન દ્વારા અર્થતંત્રમાં રાહતો જાહેર થતાં બજારમા જોખમ ઘટ્યું હતું. આ સપ્તાહે ચીનમા સ્પોટ ભાવ ટન દીઠ ૧,૨૬,0૦૦થી ૧,૩૩,૦૦૦ યુઆન અને શીફી એક્સ્ચેન્જ પર નિકલ વાયદો ૧,૨૪,૦૦૦ અને ૧,૩૦,૦૦૦ વચ્ચે મુકાયો હતો. સપ્તાહ દરમિયાન ઇન્ડોનેશિયાની નિકલ પ્રાપ્તિ અને ઘરઆંગણાની હકારાત્મક નીતિને પગલે ભાવ વેગથી ઘટતા અટકી ગયા હતા. સપ્તાહ દર સપ્તાહ માળખાગત ફંડામેન્ટલ્સમા કોઈ બદલાવ આવ્યો ના હતો. સાથે જ સર્વાંગી સેન્ટિમેન્ટ નકારાત્મક અને મંદી તરફી રહ્યું હતું.

નવા વર્ષની પૂર્વસંધ્યાએ સ્ટીલ ઉત્પાદકોને પણ ૨૦૨૪ વિષે કઈ સારું સારું કહેવાનું નથી રહેતું. દરમિયાન, ખાસ કરીને પશ્ચિમના દેશોમા ઇવી વ્હીકલમા સામે પડકારો ઊભા થયા છે ત્યારે, ઇન્ડોનેશિયાને નિકલ બજાર પર પ્રભુત્વ જાળવી રાખવું હશે તો બજારમા જબ્બર નિકલ ઓર ઠાલવવી આવશ્યક રહેશે. અમેરિકન જીઓલૉજીકલ સર્વેના આંકડા કહે છે કે ૨૦૨૨ અને ૨૦૨૩મા વૈશ્વિક બજારમઆ ઇન્ડોનેશિયાની માઇન સપ્લાય હિસ્સો અનુક્રમે ૪૮ અને ૫૦ ટકા જેટલો હતો. ૨૦૨૪મા આ હિસ્સો સારો એવો વધ્યો હતો.

આ બધા કારણોસર એલએમઇ અને શીફી એક્સચેજ ગોડાઉનોમાં સ્ટોક ફુગ્ગાની જેમ વધ્યો હતો. ઈન્ડોનેશિયા સૌથી સસ્તી ઓર સપ્લાય કરતું હોવાથી ઘટેલા ઉત્પાદન ખર્ચને પગલે પણ ભાવ વધી શક્યા ન હતા. એલએમઇ ગોડાઉનોમાં નિકલ સ્ટોક ૨૦૨૩ના અંત કરતાં, ૧૨ ડિસેમ્બર સુધીમાં ૧૫૭ ટકા વધ્યો હતો, શીફીમાં પણ સ્ટોક ૧૫૨ ટકા વધ્યો હતો. સોશિયલ મીડિયા માર્કેટિંગ એસએમએમના આંકડા મુજબ બોન્ડડ ઝોન વિસ્તારમાં ગત સપ્તાહે સ્ટોક, સપ્તાહ દર સપ્તાહ ૪૦૦ ટન વધીને ૪,૯૦૦ ટન વધ્યો હતો.

- Advertisement -

નિકાલ બજારમાં ચીન અને ઇન્ડોનેશિયાનું પ્રભુત્વ રહ્યું છે. નબળા ગ્રેડની ઓરનું દોહન કરવા ચીને વ્યાપક ટેકનોલોજીકલ સુધારા કર્યા છે. સાથે જે ઇન્ડોનેશિયન ઓપરેશનમાં તેણે મૂડી રોકાણ કરીને ગ્લોબલ સપ્લાયના પરિમાણો જ બદલી નાખ્યા છે. આ જોતાં નિકાલ બજારમાં આવતા પડકારોનો સામનો ચીન સારી રીતે કરી શકે તેમ છે. બજારમઆ જ્યારે ભાવ ઊંચા હોય ત્યારે ચીન તેની લોઅર ગ્રેડની ઓરનું માઇનિંગ કરીને ભરપૂર કમાઈ કરી લે છે, છેલ્લા કેટલાંક વર્ષોમાં બજારે આ સ્થિતિ જોઈ પણ છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular