Monday, February 17, 2025
HomeGujaratGandhinagarગુજરાત પોલીસનું મહત્વનું પગલું, રાજ્યની 112 SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની...

ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, રાજ્યની 112 SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની થશે નિમણૂક

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. ગાંધીનગર: સમગ્ર દેશમાં નવા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1ની જુલાઇ-2024થી અમલવારી લાગુ થઈ ચુકી છે. આ નવા ત્રણ કાયદાઓમાં કેસની તપાસ પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ કરવામાં આવી છે. જેની ગુજરાતમાં પણ અમલવારી કરવા રાજ્યની સરકારે તમામ 112 SDPO(પેટા વિભાગીય પોલીસ અધિકારી)/ACP(મદદનીશ પોલીસ કમિશનર)ની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા અંગે નિર્ણય કર્યો છે.

આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ (Vikas Sahay) જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ (Gujarat Police) અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, ભવિષ્યમાં તેના ઐતિહાસિક પરિણામ ચોકકસ જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ SDPO/ACPની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

વધુમાં તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં બનતી તમામ પ્રકારની ગંભીર ધટનાઓની તપાસના સુપરવિઝનની જવાબદારી જીલ્લાઓમાં SDPO અને શહેરોમાં ACPની હોય છે. અત્યાર સુધી જ્યારે ગંભીર પ્રકારના ગુનાની જગ્યા પર સુપરવિઝન માટે અધિકારીના સાથે તપાસ અમલાદાર જતા હતા, તેમાં હવે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર પણ જશે. જેથી કરી જ્યારે કોઇપણ ગુનો બને ત્યારે ફોરેન્સીક ક્રાઇમ સીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને મજબુત બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પિડીતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરી ભવિષ્યમાં રાજ્યમાં બનતા ગંભીર ગુનામાં સજાનો રેટમાં વધારો કરી શકાય.

તમામ ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણુક પછી તેમને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા ગાંધીનગર, સુરત અને રાજકોટની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આવશે. જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઇ-સાક્ષ્યનો ઉપયોગ અને ડીજીટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઇમ સીન વિષયોનો સમાવેશ થશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular