નવજીવન ન્યૂઝ. મુંબઈઃ Mumbai News: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે. મુંબઈના બાન્દ્રામાં (Bandra) આવેલા શાહરૂખ ખાનના ઘર મન્નતમાં (Mannat) ગઈકાલ રાત્રે બે અજાણ્યા યુવક ઘૂસી આવ્યા હતા. આ બનાવ રાત્રીના 9:30 વાગ્યાની આસપાસનો છે. બે યુવકો મન્નતના ત્રીજા માળે પહોંચ્યા તે દરમિયાન સુરક્ષાકર્મીઓની નજર પડતા પકડાયા હતા.
બોલિવૂડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાનના મુંબઈ ખાતેના ઘર મન્નતમાં ગઈકાલે બે ગુજરાતી યુવાન સુરક્ષા તોડીને દિવાલ કૂદી ઘૂસી આવ્યા હતા. આ બનાવ ગઈકાલ રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસનો છે. બંને યુવાન મન્નતના ત્રીજા માળ પર પહોંચ્યા હતા ત્યારે સુરક્ષાકર્મીના ધ્યાનમાં આવી જતાં બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને બાંન્દ્રા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે બંને ગુજરાતી યુવાનો વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
શાહરૂખ ખાનના ઘર મન્નતમાંથી ઝડપાયેલા બંને યુવાન ગુજરાતના સુરતના હોવાનું સામે આવ્યું છે. બંને યુવાન શાહરૂખ ખાનના ચાહક છે અને શાહરૂખને મળવા માટે ગુજરાતથી મુંબઈ આવ્યા હતા. બંને યુવકોની ઉંમર 21થી 25 વર્ષની વચ્ચે છે. બંને અજાણ્યા વ્યક્તિઓ મન્નતની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા ત્યારે શાહરૂખ ખાન ત્યાં ન હતો. તે પોતાની ફિલ્મ ‘જવાન’નું શૂટિંગ કરી રહ્યો હતો. પોલીસે બંને ગુજરાતી યુવાનનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં તે અંગે તપાસ કરી આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








