Tuesday, July 28, 2026
HomeNationalBJP MLAનો દીકરો 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઓફિસ અને ઘરમાંથી 7.7...

BJP MLAનો દીકરો 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઓફિસ અને ઘરમાંથી 7.7 કરોડ રિકવર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Karnataka BJP MLA’s son arrested: કર્ણાટકમાં લોકાયુક્તની (Karnataka Lokayukta) ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ગુરુવારે મોટી કાર્યવાહી કરી હતી. બીજેપી ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના (Madal Virupakshappa) પુત્રની 40 લાખની લાંચ (taking bribe of 40 lakhs)લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલને લોકાયુક્ત અધિકારીઓએ તેમની ઓફિસમાંથી લાંચ લેતા ઝડપ્યા હતા. અધિકારીઓએ પ્રશાંત મદલની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયા અને તેમના ઘરેથી લગભગ 6 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. લોકાયુક્તની ભ્રષ્ટાચાર વિરોધી શાખાને લાંચ માગ્યાની ફરિયાદ મળી હતી. આ કાર્યવાહી બાદ મદલ વિરુપક્ષપ્પાએ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું.

મદલ વિરુપક્ષપ્પા સતત બે વખત દાવણગેરે જિલ્લાના ચન્નાગિરી મતવિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે 2018ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં 5.73 કરોડ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. 2013ની ચૂંટણીમાં તેમણે 1.79 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં લોકાયુક્તની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. કહેવાય છે કે ભાજપના ધારાસભ્યના પુત્ર સામે લેવાયેલી આ કાર્યવાહી ચૂંટણીનો મુદ્દો પણ બની શકે છે.

- Advertisement -

ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાએ તેમના પુત્ર લાંચ લેતા પકડાયા બાદ કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, ‘મારા પરિવાર વિરુદ્ધ કોઈ ષડયંત્ર છે. મારી સામે આરોપો હોવાથી હું નૈતિક જવાબદારી હેઠળ રાજીનામું આપી રહ્યો છું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular