Tuesday, May 5, 2026
HomeGujaratVadodaraVadodara : કોટણા બીચ પર કરૂણ દુર્ઘટના, નદીમાં ન્હાવા પડેલા 2 યુવાનો...

Vadodara : કોટણા બીચ પર કરૂણ દુર્ઘટના, નદીમાં ન્હાવા પડેલા 2 યુવાનો ડૂબ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહી નદીમાં ન્હાવા પડેલા 9 લોકો પૈકી 2 યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા (Two die after drowning in Mahi river Vadodara) છે. જ્યારે સાત લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં નંદસરી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. નદીમાં ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢતા પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આજે સવારે વડોદરા નજીક આવેલા કોટણા બીચ પર એક કરૂણ દુર્ઘટના (Tragedy at Kotna Beach) સર્જાઈ હતી. મહી નદીમાં ન્હાવા પડેલા 9 લોકો પૈકી જય સુબોધ જોબલે અને ક્રિષ્ના વિજય રાજપૂતનું ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે સાત લોકો બચી ગયા છે. નંદેસરી પોલીસે આ મામલે અકસ્માત મોતની નોંધ કરી તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular