Tuesday, May 5, 2026
HomeGujaratGandhinagarવાવ-થરાદ જિલ્લામાં ભાજપ હાય હાયના નારા લાગ્યા, વિશ્વકર્માના વિવાદીત નિવેદનને લઈને કલેક્ટરને...

વાવ-થરાદ જિલ્લામાં ભાજપ હાય હાયના નારા લાગ્યા, વિશ્વકર્માના વિવાદીત નિવેદનને લઈને કલેક્ટરને આવેદન પત્ર અપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : બનાસકાંઠાના કૉંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરને લઈને Gujarat BJP ના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપેલા વિવાદીત નિવેદન (Jagdish Vishwakarma controversial statement) ને લઈને મામલો ગરમાયો છે. વાવ-થરાદ જિલ્લામાં ગેનીબહેન ઠાકોરના સમર્થકોએ મોટી સંખ્યામાં એકઠાં થઈને રેલી કાઢી હતી. રેલીમાં “નારી શક્તિનું અપમાન નહીં ચલાવી લેવાય, જગદીશ પંચાલ માફી માગો તેમજ ભાજપ હાય હાય” ના નારા લગાવાયા હતા. કલેક્ટર કચેરી ખાતે એક મહિલા સાથે પોલીસ અધિકારીએ ગેરવર્તન કર્યું હોવાનો આરોપ કૉંગ્રેસના નેતાઓએ લગાવ્યો છે.

સાંસદ ગેનીબહેન ઠાકોર (Genibahen Thakor MP) ને લઈને ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપેલા વિવાદીત નિવેદનના વિરોધમાં આજે થરાદમાં મોટી રેલી નીકળી હતી. કૉંગ્રેસના નેતા, કાર્યકરો તેમજ ગેનીબહેન સમર્થકો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે પોલીસ અધિકારી અને કર્મચારીએ મહિલા કાર્યકર સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે પૂતળા દહનના કાર્યક્રમને રોકી દીધો હતો. કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ આગેવાનોએ વાવ-થરાદ કલેક્ટર (Vav-Tharad Collector) ને આવેદનપત્ર આપવાની સાથે રજૂઆત કરી ત્યારે ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેદન પત્ર આપવા ગયેલા લોકોને યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવતા વાવ-થરાદ કલેકટરને ભાજપના એજન્ટ (BJP agent) કહેવામાં આવ્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular