Saturday, October 31, 2026
HomeNational'મતદાર યાદીમાંથી 1.27 કરોડ હિન્દુઓના નામ ગાયબ', યુપીમાં SIR મુદ્દે CM યોગીનો...

‘મતદાર યાદીમાંથી 1.27 કરોડ હિન્દુઓના નામ ગાયબ’, યુપીમાં SIR મુદ્દે CM યોગીનો મોટો દાવો

- Advertisement -

Yogi Adityanath on Voter list UP Gyanesh Kumar: ઉત્તર પ્રદેશ ભાજપ કાર્યસમિતિની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાર યાદીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં એક કરોડથી વધુ હિન્દુ મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ નથી. આ ઉપરાંત લાખો સરકારી યોજનાના લાભાર્થીઓ, પંચાયત મતદારો અને યુવાનો પણ મતદાર યાદીમાંથી બહાર હોવાનું તેમણે જણાવ્યું હતું. સીએમ યોગીએ આ મુદ્દે ભાજપ સંગઠનને વિશેષ અભિયાન ચલાવી પાત્ર મતદારોના નામ યાદીમાં સામેલ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ, ભાજપ પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં મોટી સંખ્યામાં પાત્ર મતદારોના નામ નોંધાયેલા નથી. તેમણે કહ્યું કે અંદાજે 1 કરોડ 27 લાખ હિન્દુ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. તેમના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ શહેરી સ્થાનિક સંસ્થાઓની 28 બેઠકોને નબળી બનાવી રહી છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ વસ્તીના આંકડાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં 16 કરોડથી વધુ મતદારો હોવા જોઈએ, જ્યારે હાલમાં મતદાર યાદીમાં અંદાજે 13 કરોડ મતદારો નોંધાયેલા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે 66 લાખ એવા લોકો છે, જેમના નામ પંચાયત મતદાર યાદીમાં છે પરંતુ વિધાનસભાની મતદાર યાદીમાં નથી.

યોગી આદિત્યનાથે એમ પણ જણાવ્યું કે સરકારી યોજનાઓના 55 લાખ લાભાર્થીઓના નામ મતદાર યાદીમાં નોંધાયેલા નથી. આ ઉપરાંત 18થી 19 વર્ષની વયજૂથના અંદાજે સાડા ચાર લાખ યુવાનોના નામ પણ મતદાર યાદીમાંથી બહાર હોવાનું તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરોને BLOની મદદથી પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાં નોંધાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ આ અભિયાનની નિયમિત સમીક્ષા કરવા જણાવ્યું હતું. સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોને પણ આ જવાબદારી નિભાવવાની સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -

બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીમાં ભૂલો, મતદારોની અરજીઓના નિકાલમાં બિનજરૂરી વિલંબ અને દેખરેખમાં બેદરકારી અંગે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓને દરરોજ ECI-Net પર લોગિન કરીને મતદાર યાદી સંબંધિત કામગીરીની નિયમિત સમીક્ષા કરવા અને અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ફોર્મ-6, ફોર્મ-6A, ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ મળતી અરજીઓની પ્રાપ્તિ અને તેના નિકાલની પણ નિયમિત સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular