નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેટર સાથે સ્થાનિક લોકોએ ધોલ ધપાટ કર્યાની ઘટના સામે આવી હતી. નિકોલના ભાજપના કોર્પોરેટર(BJP Corporator) બળદેવ પટેલ પર ટીપી સ્કિમની અમલવારીના મુદ્દે રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ હુમલો કર્યો હતો. લોકોએ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે જ્યારે બળદેવ પટેલ ટીપી સ્કિમની અમલવારી માટે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઘેરી લઈ ધોલ ધપાટ કરી હોવાના અહેવાલ છે. ઘટનામાં ઘાયલ થયેલા કોર્પોરેટરને નજીકની કાકડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તહતા. બાદમાં કૃષ્ણનગર પોલીસને ઘટનાની જાણ થતા તેમણે ઘટના સ્થળે પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ પર આજરોજ બપોરના સમયે લોકોએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. બપોરના સમયે જ્યારે બળદેવ પટેલ કૃષ્ણનગર વિસ્તારમાં ટીપી સ્કિમના અમલીકરણ માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં ટીપી સ્કિમના કારણે લોકોના ઘર કપાતમાં જતા હોય લોકો ગુસ્સે ભરાયા હતા અને તે ગુસ્સો તેમણે બળદેવ પટેલ પર ઠાલવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોર્પોરેટર બળદેવ પટેલ ટીપી સ્કિમના રોડ માટે અમલીકરણ માટે આજે સવારના સમયે દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલને મળવા તેમની ઑફિસ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારે લોકોએ તેમને પરત બોલાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ સમયે ટોળા સ્વરૂપે એકઠા થયેલા લોકોએ બળદેવ પટેલને માર માર્યો હતો. જે મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં બળદેવ પટેલે માર મારનાર ટોળામાંના એક વ્યક્તિ બટુકસિંહને તેઓ ઓળખે છે તેમ જણાવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796