નવજીવન ન્યૂઝ. સુરત: Una Communal Riots: ગુજરાતમાં રામનવમીના (Ram Navami) દિવસે ઘણી જગ્યાએ કોમી હુલ્લડ અને મારમારી થઈ હોવાની ઘટના બની હતી, જેમાં વડોદરા (Vadodara) અને ઊનામાં (Una) મોટા પ્રમાણમાં કોમી હુલ્લડ (Gorup Clash) થયા હતા, ઊનામાં થયેલા કોમી હુલ્લડ મામલે ઉના પોલીસ (Una Police) તપાસ કરી રહી હતી. આ કેસમાં વોન્ટેડ આરોપીની સુરતથી ઘરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી ઉના કોમી હુલ્લડ કેસમાં ફરાર હતો, જેની હાલ સુરત પોલીસ (Surat Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો અને બાદમાં કોમી હિંસા ફાટી નીકળવાની ઘટના બની હતી. જેમાં ઉના પોલીસે કાર્યવાહી દરમિયાન કોમી હુલ્લડ ફેલાવનારા લોકોની ધરપકડ કરી હતી અને જે આરોપીઓ ફરાર હતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. કોમી હિંસા ફેલાવનારા વોન્ટેડ આરોપીના લીસ્ટમાં યોગેશ બાપુનુ પણ નામ સામેલ હતું. જેની ઘણા સમયથી પોલીસ શોધ કરી રહી હતી.
ત્યારે સુરત પોલીસને બાતમી મળી હતી કે, ઉનામા કોમી હિંસા ફેલાવનારો વોન્ટેડ આરોપી યોગેશ બાપુ સુરતના અમરોલીના પાળાપર આશ્રમમાં છૂપાઈને બેઠો છે. બાતમીના આધારે સુરત પોલીસે બાતમીવાળા સ્થળ પર રેડ પાડી પાળાપર આશ્રમમાં છૂપાયેલા આરોપી યોગેશ બાપૂની ધરપકડ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








