Wednesday, July 8, 2026
HomeGeneralઅમરેલીમાં જંગલી પ્રાણીઓનો આતંક: શિકારની 2 ઘટનામાં 2 બાળકોએ જીવ ગુમાવ્યો

અમરેલીમાં જંગલી પ્રાણીઓનો આતંક: શિકારની 2 ઘટનામાં 2 બાળકોએ જીવ ગુમાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલીઃ Amreli News: એશિયામાં માત્ર ગિરના જગંલોમાં (Gir Forest)જોવા મળતા સિંહ (Gir Lion) હવે અમરેલી સહિતાના આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે. શિકારની શોધમાં સ્થળાંતર કરતાં સિંહ હવે માણસો પર પણ હુમલો (Attack) કરી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. અમરેલીમાં (Amreli) જંગલી પ્રાણી દ્વારા શિકારની (hunting) બે ઘટના સામે આવી છે. જે બંનેમાં ઘટનામાં બે નાના બાળકોનો ભોગ લેવાયો છે. હાલ વનવિભાગની ટીમે હુમલાખોર પ્રાણીને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલી જિલ્લાના લીલીયા (Liliya) અને સાવરકુંડલા (Savarkundla) વિસ્તારમાં બાળકોનો શિકાર કરવામાં આવ્યો છે. જેમાં લીલીયામાં ખારા ગામમાં 5 મહિનાના બાળકને સિંહણે (lioness)પોતાનો શિકાર બનાવ્યો હતો. સિંહણ બાળકને ઉઠાવી લઈ ગઈ હતી અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના સ્થળ પરથી બાળકના માત્ર અવશેષો જ મળી આવ્યા હતા. આ બાબતની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગ દોડતું થયું હતું. સિંહણને પાજરે પુરવા માટે વનવિભાગની 10 ટીમોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે સાથે જ વનવિભાગે સ્થાનિક લોકોને પણ સહકાર આપવા માટે વિનંતી કરી હતી.

- Advertisement -

બીજી બાજુ અમરેલીના સાવરકુંડલાના કરજાળા ગામમાં પણ દીપડાનો (leopard) આતંક જોવા મળ્યો છે. અહીં 3 વર્ષના બાળકને એક દીપડો ઉઠાવી ગયો હતો. ત્યાર બાદ દીપડાએ બાળકનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ બાદ દીપાડાને પાંજરે પુરવા વનવિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકમાં જ કરજાળા સિમ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરી લેવામાં આવતા સ્થાનિકએ રાહતનો શ્વાસ લીધો હતો.

TAG: Amreli News, Savarkundla News, lioness and leopard hunted Child

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular