Monday, July 20, 2026
HomeGujaratવડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો વધુ એક પ્રહાર, હાઇબ્રીડ ગાંજા કેસમાં વધુ...

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો વધુ એક પ્રહાર, હાઇબ્રીડ ગાંજા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરા વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. થોડા સમય પહેલાં વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા 10 કિલો સામાન્ય ગાંજા અને મોંઘા ગણાતા હાઇબ્રીડ ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે આ કેસમાં વધુ બે શખસોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં આ નેટવર્કના તાર મધ્ય પ્રદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર કેસની શરૂઆત વડોદરાના ગોરવા વિસ્તારમાંથી થઈ હતી, જ્યાં એસઓજીની ટીમે ગાંજાનું વેચાણ કરતા રાજેન્દ્ર બિંદ નામના શખસને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન પોલીસે નશાના આ કારોબારમાં સંકળાયેલા અન્ય લોકો વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન મધ્ય પ્રદેશના રતલામથી ગાંજાનો જથ્થો સપ્લાય કરનારા મુખ્ય વચેટીયા તરીકે મોહન નીનામાનું નામ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની પણ ધરપકડ કરી હતી.

- Advertisement -

પોલીસ કસ્ટડી દરમિયાન મોહન નીનામાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો વડોદરા લાવતો હતો અને આજવા રોડ વિસ્તારમાં રહેતા રિઝવાન દીવાન નામના ડ્રગ્સ પેડલરને પહોંચાડતો હતો. આ માહિતીના આધારે પોલીસે રિઝવાન દીવાનની પણ અટકાયત કરી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે 10 કિલો સામાન્ય ગાંજો અને 77 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળીને કુલ 7 લાખ રૂપિયાથી વધુની કિંમતનો નશીલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આગળની તપાસમાં પોલીસે જાણવા મળ્યું કે આ કેસમાં જપ્ત કરાયેલો હાઇબ્રીડ ગાંજો જયેશ ઉર્ફે કાનો નીતિનસિંહ ચૌહાણ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે એસઓજીએ સમા રોડ વિસ્તારમાંથી જયેશ ઉર્ફે કાનાની પણ ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે જયેશ આ હાઇબ્રીડ ગાંજો ક્યાંથી લાવતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે.

પોલીસને આશંકા છે કે આગામી દિવસોમાં આ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય મોટા નામો પણ બહાર આવી શકે છે. વડોદરા પોલીસ હાલ સમગ્ર નેટવર્કની કડીઓ જોડીને વધુ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. થોડા સમય પહેલાં વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા 10 કિલો સામાન્ય ગાંજા અને મોંઘા ગણાતા હાઇબ્રીડ ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે આ કેસમાં વધુ બે શખસોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં આ નેટવર્કના તાર મધ્ય પ્રદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular