નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી ગઈ છે, તે રોજબરોજ અખબારો અને સમાચાર મધ્યમોમાં પ્રસિદ્ધ થતાં અહેવાલોમાં આપણે વાંચીએ અને જોઈએ છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) તો ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર કેટલાક લોકોએ હુમલો ((Attack on Ahmedabad Police)કર્યો હોવાની ઘટના સામે આવી છે. રખિયાલ પોલીસ (Rakhial Police) સ્ટેશનના કર્મચારી જ્યારે એક વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયા હતા, ત્યારે ત્યાં હજાર વ્યક્તિઓએ પોલીસ સાથે અભદ્ર વર્તન કરીને તલવાર વડે હુમલો કર્યો હતો. હાલ પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા વોટેન્ડ આરોપીને પકડવાની ડ્રાઈવ દરમિયાન રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જુદા-જુદા ગુનામાં નાસ્તો ફરતો વોટેન્ડ આરોપી ફૈઝાન પતલી મુલ્લા ઈબ્રાહીમની ચાલીમાં તેના ઘરે છે. જોકે પોલીસે તેના ઘરની તપાસ કરતા આરોપી મળી આવ્યો ન હતો. જ્યાં ફૈઝાન ઉર્ફે પતલીના ઘરે આગળ ઉભેલા મોહંમદ સરવર, અબ્દુલ કરીમ ભાડુભુજા ,સલમાન પીત્તો અમીન ઉર્ફે અગ્ગન શબ્બીરને ફૈઝાન પતલી વિશે પૂછતા તેઓ હાથમાં ખુલ્લી તલવાર લઈને આવ્યા હતા. સરવર ઉર્ફે કડવાએ પોલીસને કહ્યું હતું કે, “આ ફૈઝાન ઉર્ફે પતલીને આજે પતાવી દેવાનો છે. તમે અહીંયા કેમ આવ્યો છો. તેવું કહીને ચારેય આરોપીઓએ પોલીસને બિભત્સ ગાળ આપી હતી. જ્યાં પોલીસે ગાળ આપવાની ના પાડતા આરોપીઓ પોલીસ સાથે ઝપાઝપી પર ઉતરી ગયા હતા. જેમાંથી સરવર ઉર્ફે કડવાએ ઉશ્કેરાઈને તેની પાસે રહેલી તલવાર વડે પોલીસ કોન્સટેબલ જયદેવ જાદવના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ કોન્ટેબલને માંથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની નારાયણ હોસ્પિટલ ખસેડાયા હતા. આરોપીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પોલીસ કોન્સેટબલ જયદેવ જાદવે આ ચાર વ્યક્તિઓ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસ અંગોનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








