Wednesday, January 14, 2026
HomeGujaratJamnagarજામનગરમાં 3 માળની ઈમારત પત્તાની માફક ધરાશાયી થઈ, 4 લોકો દટાયા

જામનગરમાં 3 માળની ઈમારત પત્તાની માફક ધરાશાયી થઈ, 4 લોકો દટાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં ફરી એકવાર રહેણાક ઈમારત પત્તાની માફક ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આજે સાંજના સમયે ર્જજરિત ઇમારતનો સ્લેબ ધરાશાયી થતા 8 જેટલા લોકો કાટમાળ નીચે દટાયાના હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને કાટમાળમાં દાટાયેલા લોકોને રેસ્કયૂ કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ 4 લોકોને બહાર કાઢી લેવાયા છે અને બીજા 4 લોકોને કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પ્રાથમિક વિગતો મુજબ જામનગરના ન્યૂ સાધના કોલોની આવાસમાં આવેલી 32 વર્ષ જૂની ત્રણ માળની ઈમારતનો સ્લેબ આજરોજ સાંજે 5 વાગ્યાના સમયે એકાએક ધરાશાયી થયો હતો. જેના કારણે બિલ્ડિંગ પત્તાના માફક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઈમારતમાં 3 જેટલા પરિવાર રહેતા હતા. એક પરિવાર પહેલાથી ખાલી કરીને નીકળી ગયો હતો, પરંતુ બે પરિવારના 8 જેટલા લોકો આ ઇમારતમાં રહી રહ્યા હતા. જેમાં અચનાક ઈમારત ધરાશાયી થતાં 8 લોકો ઈમારતના કાટમાળમાં ફસાયા હતા. ઘટનાને લઈ બૂમાબૂમ થતા મોટી સંખ્યામાં કોલોનીના રહીશો ઉમટી પડ્યા હતા. સમ્રગ ઘટના મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાટમાળમાં ફસાયેલા 4 લોકોના રેસ્કયૂ કરી લેવામાં આવ્યા છે. હજી ચાર લોકો કાટમાળ નીચે ફસાયા છે. જેના રેસ્કયૂની કામગીરી હાલ ચાલી રહી છે. ઘટનાને પગલે એબ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

ઈમારત ધરાશાયી થવાની ઘટનાને લઈ જામનગર મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કે, શું કોર્પોરેશન દ્વારા આ જર્જરિત કોલોનીને નોટિસ આપવામાં આવી હતી કે નહીં. જો ન આપવામાં આવી તો અત્યાર સુધી તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું કે શું? બેદરકાર અધિકારી સામે કમિશનર કોઈ પગલા લેશે કે કેમ તેવા સવાલો કોર્પોરેશનની કામગીરી સામે ઉઠી રહ્યા છે. હજુ જામનગરમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ નથી, તે પહેલા કોલોનીની ઈમારત ધરાશાયી થવાની ઘટના બનતા કોલોનીમાં રહેલા અન્ય જર્જિરિત મકાનના લોકો પણ ભયમાં જોવા મળી રહ્યા છે. હાલ આ કોલોનીમાં કેટલાક જર્જરિત મકાનો આવેલા છે. જ્યાં લોકો મજબૂર થઈ જીવના જોખમે આ કોલોનીના મકાનો રહેવા મજબૂર બન્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular