Tuesday, April 21, 2026
HomeGujaratઆ ઓફિસરની બદલી થતાં ભાજપ-કોંગ્રેસેના સભ્યો કેમ ખુશ થયા? ગંગાજળ છાંટી, ફટાકડા...

આ ઓફિસરની બદલી થતાં ભાજપ-કોંગ્રેસેના સભ્યો કેમ ખુશ થયા? ગંગાજળ છાંટી, ફટાકડા ફોડી ઉજવણી કેમ કરી?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ રાજ્યમાં સામાન્ય રીતે ક્યારેય કોઈ અધિકારીની બદલી થાય ત્યારે સાથીદારો કે તે વિસ્તારના લોકોમાં દુઃખ જોવા મળતું હોય છે. પરંતુ વલસાડ જિલ્લા (Valsad district) માં એક વિપરિત કિસ્સો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશીની (Chief Officer Prachi Doshi) બદલીનો આદેશ થતાં જ નગરપાલિકામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ (BJP) અને કોંગ્રસ (Congress) બનેં પક્ષના લોકોએ સાથે મળીને નગરપાલિકા બહાર ફટાકડા ફોડ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશીની બદલીનો આદેશ થયો હતો. ચીફ ઓફિસરની બદલી થતાં ભાજપ અને કોંગ્રેસના માજી સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બંને પક્ષના સભ્યોએ નગરપાલિકાના પગથિયાં પર ગંગાજળ છાંટીને નારિયેળ વધેર્યું હતું અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એકબીજાને અભિનંદન પણ પાઠવ્યા હતા.

- Advertisement -

ચીફ ઓફિસરની બદલી થતાં ભાજપના માજી સભ્ય અલી અન્સારી, રાજન ભટ્ટ, કિરણ મોદી કોંગ્રેસના માજી સભ્ય બિપિન પટેલ, જીતુ ભંડારી સહીતના લોકો નગરપાલિકાએ હાજર રહીને ચીફ ઓફીસરની બદલીનો ઉત્સવ મનાવ્યો હતો. માજી સ્ભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં પારડી નગરપાલિકાનો વિકાસ ચીફ ઓફિસરના લીધે જ થયો ન હતો. ચીફ ઓફિસર પ્રાચી દોશીની ઓમોદ નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે. જોકે તેમના સ્થાને હજી સુધી કોઈને મુકવામાં આવ્યા નથી. ચીફ ઓફિસર બદલી પાછળ રાજકીય ગણિત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular