Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadકોલેજોમાં થતાં રેગિંગના મામલે હાઈકોર્ટના સવાલોથી સરકાર બરાબરની ઘેરાઈ, વિદ્યાર્થીઓ અને વાલીઓ...

કોલેજોમાં થતાં રેગિંગના મામલે હાઈકોર્ટના સવાલોથી સરકાર બરાબરની ઘેરાઈ, વિદ્યાર્થીઓ અને વાલીઓ આનંદમાં

- Advertisement -

નવજીન ન્યુઝ અમદાવાદ: રાજ્યભરની તમામ કોલેજોમાં એડ્મિશન લેતા પહેલા એન્ટીરેગિંગના ફોર્ (Anti-ragging forms) મતો ભરાવવામાં આવે છે. પણ રેગિંગની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ સિનિયરો રેગિંગ કરતાં હોવાથી ત્રસ્ત થઈ મેડિકલના બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતભરમાં પણ આવા બનાવો છાશવારે બની રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં થતી આવી રેગિંગની ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુઓમોટો રિટ લઈને સરકાર પર લાલ આંખ કરી છે તથા વિસ્તાર પૂર્વક જવાબની પણ માગ્યો છે.

આ સમગ્ર મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટમાં સરકારને સવાલોના ઘારામાં લીધી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક આકરા સવાલો પૂછ્યા હતા. જેવા કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરતું સરકારે તેના પર કોઇ નિયમો કેમ ઘડ્યા નથી?, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે?, આવી ઘટનામાં ફરિયાદ કોને કરવાની?, આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે? આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે રેગિંગની ફરિયાદો પર સરકારે શું પગલાં લીધા છે તેની પણ સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે સરકારે પોતાનો લૂલો બચાવ કરતાં હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે બી.જે મેડિકલ (B.J. Medical) ના રેસિડેન્ટ ડૉક્ટર સામે પગલાં લેવામાં આવ્યા છે. સરકારના આ સરકારી જવાબથી સંતોષ ન થતાં હાઈકોર્ટે સરકાર તરફ લાલ આંખ કરીનો જણાવ્યુ હતું કે, આ દરેક જવાબો માત્ર કાગળ પર છે. વિસ્તૃત જવાબ રજૂ કરો. હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 6 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો રિટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. દરેકને આશા છે કે, સરકાર પણ આ મામલાને ગંભીરતા પૂર્વક લેશે અને રેગિંગનું દૂષણ દૂર થશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular