નવજીવન.નવી દિલ્હીઃ કાપડ ઉપર જીએસટી 12% વઘારવાના નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. કાપડ ઉદ્યોગ પર 1 જાન્યુઆરીથી 12% જીએસટી લાગુ કરવાનો હતો તેના બદલે હાલનો 5% દર યથાવત રહેશે.
નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સીલની આજરોજ મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગના હિતને ધ્યાને રાખીને આવતી કાલથી લાગુ થનારા 12 ટકા જીએસટીનો પ્રસ્તાવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે સુરત સહિત સમગ્ર દેશના કાપડ ઉદ્યોગમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
નવેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સીલ દ્વારા કાપડ ઉદ્યોગમાં લાગુ પાંચ ટકા જીએસટી વધારીને 12 ટકા કરવા સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ આવતીકાલથી થવાનો હતો. આ નિર્ણયના કારણે સમગ્ર દેશના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ગઇકાલે સુરત, અમદાવાદ,વડોદરા સહિતના શહેરોમાં સરકારના નિર્ણયના લીઘે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ દુકાનદારોએ વેપાર બંઘ રાખીને GSTના વિરોઘ વાળા બોર્ડ લગાવ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












