નવજીવન.અમદાવાદઃ બૉલીવુડ દ્વારા આતંકવાદ પર અનેક ફિલ્મ બનાવવામાં આવી છે. દરેક ભારતીયને આતંકવાદની વાત કરીયે એટલે સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારતની વર્ષો જૂની દુશ્મની યાદ આવે છે. ૨૦૧૯ ફેબ્રુઆરીમાં ભારત દ્વારા બાલાકોટ ખાતે એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં આશરે ૩૦૦ જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. બૉલીવુડમાં આતંકવાદ પર બનતી ફિલ્મ હંમેશા મારધાડ, અસંખ્ય ગોળીબાર સાથે લોહીલુહાણ પર બની. તમે સૌએ જોઈ હશે. કારગિલ, બોર્ડર, હોલીડે અને ઉરી જેવી હિટફિલ્મમાં આતંકવાદના અનેક સ્વરૂપ બતાવ્યા છે. પરંતુ આઆતંકવાદના અર્થતંત્રના અને કમુદ્દાઓ પર બૉલીવુડ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો નથી.
હિતેશ ખ્રિસ્તીની સેકટર બાલાકોટ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓને પ્રકાશિત કરતી હટકે ફિલ્મ ડિસેમ્બર 2021માં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં વિપુલગુપ્તા, અસ્મિતપટેલ, જિનલપંડ્યા અને પુનિત ઇસાર લીડ ભૂમિકામાં છે.
આ ફિલ્મમાં આતંકવાદ કઇ રીતે, કયા કારણોસર અને કોના દ્વારા ફેલાવવામાં આવે છે તે જાણવા મળશે. આ ફિલ્મ દ્વારા તમને જાણીને આશ્ચર્ય થશે કે આતંકવાદ ફક્ત જાહેર જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરવાથી નથી ફેલાતો પરંતુ દેશની ઇકોનોમીને નાશ કરી દેશના યુવાધનનું બ્રેઇન વોશ કરી ફેલાવવામાં આવે છે.
હિતેશ વડોદરાની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના સોશ્યિલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓ રીઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ૬૦ દેશમાં પરીભ્રમણ કરેલા હિતેશ ખ્રિસ્તીનો બિઝનેસ મલેશિયા, પપુઆ ન્યૂ ગીની તેમજ ભારતમાં હાલમાં કાર્યરત છે. સીઈઓ ઇન્શાઈટ્સ મેગઝીન દ્વારા તાજેતરમાં જ તેમને મલેશિયા ખાતે ભારતના ટોપ ૧૦ બિઝનેસ લીડર્સમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં 2015-21ના સમયગાળામાં ગ્લોબલ ઇન્ડિયન ઓફધ યરના એવોર્ડ માટે રિલાયન્સ ઇન્ડસટ્રીના ચેર પર્સન મુકેશ અંબાણી, સિરમ ઇન્સટીટ્યુટ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન ડો. સાયરસ પુનાવાલા, બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના સીઇઓ તપવ સિંઘલને જેવા ભારતના ટોપ બિઝનેસમેનને પસંદ કરવામાં આવ્યા હતા.

એનઆરઆઇ બિઝનેસમેન હિતેશ ખ્રિસ્તીને ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર 2020-21ના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ એશીયાવન મેગેઝીન અને યુઆરએસ મિડીયા ઇન્ટરનેશનલ દ્વારા આયોજીત કરવામાં આવે છે. આ એવોર્ડ માટે ભારત, સાઉથ એશીયા, એશીયા પેસેફિક, ઓસટ્રેલિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના ટોપ લીડર્સ પૈકી સર્વશ્રેષ્ઠ લીડર્સને નોમીનેટ કરવામાં આવે છે.
કોરોના મહામારીમાં લોખો લોકોએ તેમનો જીવ ગુમાવ્યો અને સાથે સાથે બેરોજગારી અને ધંધો ઠપ્પ થવાની મુશ્કેલીથી લોકોને વેઠવી પડી હતી. વડોદરા રહેવાસી અને એનઆરઆઇ બિઝનેસમેન હિતેશ ખ્રિસ્તી આતંકવાદ પર સેક્ટર બાલાકોટ ફિલ્મ બનાવી કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં બેરોજગાર બનેલા 150 લોકોને રોજગાર આપી તેમને આત્મનિર્ભર બનાવવાનું બિડુ ઝડપી સોશિયલ વર્ક પ્રત્યે એક અનેરુ યોગદાન આપ્યું છે.
હિતેશ ખ્રિસ્તીએ તેમની પહેલી ફિલ્મ બનાવવા વિશે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ બનાવવા પાછળ અનેક કારણો છે. માર્ચ 2020માં હું મલેશિયાથી ભારત આવ્યો હતો. 3 થી 4 દિવસ મારા બિઝનેસનું કામ પૂરુ કરીને મલેશિયા પરત ફરવાનો હતો. કોરોનાના કારણે લોકડાઉન લાગ્યુ અને ભારતમાં જ રહેવાનું થયું. રીઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સહીત મને ક્રિયેટિવિટી અને ફિલ્મ મેકિંગમાં ઘણો રસ હતો તેથી મેં ક્યુ કેફે મુવીઝ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી અને દેશભક્તિના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સેક્ટર બાલાકોટ ફિલ્મનું શુટિંગ અમે કોરોનાની બીજી લહેર બાદ શરુ કર્યુ અને શુટિંગ દરમિયાન સેટ પર આશરે 100 થી 150 લોકોનો સ્ટાફ હતો જેને રોજગાર પ્રાપ્ત થયું. મારો મુખ્ય ઉદેશ્ય લોકોને આ ફિલ્મ દ્વારા એક સારો અને સકારાત્મક મેસેજ પહોંચાડવાનો છે. આ ઉપરાંત બોલિવુડની મોટાભાગની ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્ર, ગોવા જેવા અનેક રાજ્યોમાં થાયું છે પરંતુ આ ફિલ્મનું 80 ટકા શુટિંગ ગુજરાતમાં જ થયુ છે માટે તમને ગુજરાતના ખુબજ સુંદર લોકેશન આ ફિલ્મમાં જોવા મળશે.

વધુમાં હિતેશે ઉમેર્યુ હતું કે, માનવ ઇતિહાસમાં અત્યાર સુધી 100 કરોડ લોકો યુધ્ધમાં જાન ગુમાવી ચુક્યા છે જે અત્યાર સુધી કોરોના જેવી અને ભૂતકાળમાં આવેલી મહામારીમા પણ મર્યા નથી. અને છેલ્લા 3500 વર્ષમાં ફક્ત 250 વર્ષ એવા હતા જ્યાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું ન હતું. યુદ્ધ અને આતંકવાદ એક ધંધો બની ગયું છે જે વિશ્વમાં હિંસા ફેલાવે છે. આ હિંસાથી મનુષ્ય કઈ રીતે બચે તેનો એક મેસેજ લોકોને આ ફિલ્મ દ્વારા આપવા ઈચ્છું છું.
આ ઉપરાંત આ ફિલ્મમાં આતંકવાદ, યુદ્ધ અને આંતકવાદના અર્થતંત્રને લાગતા અનેક તથ્યો બહાર આવે છે. અત્યાર સુધીમાં જોવા જઇએ તો દુનિયામાં વિકાસ અને તેને લગતા કામો માટે 13 ટ્રિલિયન ડોલર જેટલો ખર્ચો કરવામાં આવે છે પંરતુ યુદ્ધ અને તેમા વપરાતા સર સાધનો માટે 17 ટ્રિલિયન ડોલર જેટલો ખર્ચો થાય છે. આ પ્રકારના અચંબિત કરે દે તેવા તથ્યો હિતેશ ખ્રિસ્તીની સેક્ટર બાલાકોટ ફિલ્મમાં જાણવા મળશે.
સેક્ટર બાલાકોટ એક પાકિસ્તાની આતંકવાદીના ઇન્ટરોગેશનની ફિલ્મ છે જેમાં આતંકવાદીનાં ઇન્ટરોગેશન દરમ્યાન અનેક તથ્યો બહાર આવે છે. આતંકવાદનું મૂળ ક્યાંથી અને કઈરીતે ઉપજે છે તે આ ફિલ્મમાં દર્શકોને જાણવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયો, પાવાગઢ તેમજ તેની આસપાસના જંગલ, દેવગઢબારીયા, ડાંગનું જંગલ તેમજ ડેલહાઉસી અને મુંબઈ ખાતે કરાયું હતું. ૧ કલાક ૫૦ મિનિટની આ ફિલ્મ ડિસેમ્બરમાં રૂપેરી પડદા પર રિલીઝ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












