Thursday, April 18, 2024
HomeGujaratપેપરલીક : જવાબદારો કેવી રીતે છટકે છે જૂઓ ? પોતાનો બચાવ કરવો...

પેપરલીક : જવાબદારો કેવી રીતે છટકે છે જૂઓ ? પોતાનો બચાવ કરવો કે સરકારનો મંડળના સભ્ય અસમંજસમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Junior Clerk Paper Leak Gujarat Live News :ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)દ્વારા આયોજીત જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા રદ (Junior Clerk recruitment exam cancelled) રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના (gujarat panchayat service selection board ) બોર્ડના સભ્ય રાજિકા કચેરીયા દ્વારા પત્રકારોને સંબોધિત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, સરકાર ઈચ્છે છે કે કોઈ ગેરરીતિ ન થાય અને અયોગ્ય લોકો પરીક્ષા આપી ભરતી ન થઈ જાય માટે જ પરીક્ષા મોકૂફ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બોલો… પેપરલીક માટે આખી ટોળી સક્રિય હતી ?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના જૂનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય તે પહેલા જ સરકાર અને મંડળની પરીક્ષા લેવાઈ ગઈ છે. આ પરીક્ષામાં સરકાર ને પંચાયત સેવા મંડળ બંને નાપાસ થયા હોય તેમ જણાય છે. ત્યારે પંચાયત સેવા મંડળના બોર્ડ સભ્ય રાજિકા કચેરિયાએ મીડિયાને પરીક્ષા મોકૂફીના કારણો આપતા પત્રકારોને જણાવ્યું હતું કે, આજે 29 જાન્યુઆરીના રોજ યોજાનાર પરીક્ષા પહેલા જ પોલીસને મોડી રાત્રે પેપરલીક થયાની માહિતી મળી હતી. માહિતી મળતા જ નિર્ણય કરી અયોગ્ય ઉમેદવારો ગુજરાત સરકારમાં નોકરી સુધી ન પહોંચી જાય માટે પરીક્ષા મોકૂફ રાખી છે. આ પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળી સક્રિય હતી જે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાંથી ખાલી પેપર નીકળ્યું છે લીક તો…

પત્રકારે પ્રિન્ટીંગ પ્રેસની ગોપનિયતાનો સવાલ પુછતા રાજિકા કચેરિયાએ જણાવ્યું હતું કે, પ્રિન્ટીંગ પ્રેસની માહિતી ખુબ ખાનગી રાખવામાં આવતી હોય છે, આ મામલે પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની વાત છે કે, રાજિકા કચેરિયા સતત સરકારનો બચાવ કરતા જોવા મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાંથી કોઈ લીક થયું નથી તમામ કાર્ય ગુજરાત બહારથી થયું છે અને પોલીસ અન્ય રાજ્યોમાં તપાસ માટે પહોંચી ગઈ છે. સાથે જ યુવાનોની ચિંતાનો હવાલો આપતા રાજિકાએ જણાવ્યું હતું કે, ઉમેદવારોને સો ટકા આ નિર્ણયથી તકલીફ થઈ હશે પરંતુ તેમણે વિચારવું પડશે કે અયોગ્ય લોકો આ પરીક્ષા સુધી ન પહોંચે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

બચાવ કરવો કે છટકવું !

ગુજરાત બહારથી પેપર લીક થયું તો પ્રિન્ટીંગ પ્રેસની માહિતી બોર્ડના અધ્યક્ષ અને સચિવ પુરતી મર્યાદિત હોય છે તો તેમની જવાબદારી ખરી ? આ સવાલના જવાબમાં રાજિકા કચેરિયાએ બચાવ કર્યો હતો કે, પાઈપ લાઈનમાંથી સહેજ પણ કાણું હોય તો પાણી નીકળે છે અને માટે અમે આ મહત્વનો નિર્ણય કરી પરીક્ષા મોકૂફ રાખી છે. સરકારના ગેરરીતિ ન થાય તેવા માળખાના વાયદા અંગે પત્રકારે સવાલ કરતા રાજિકાએ ગુજરાતમાંથી પેપરલીક થયું નથી અને આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી હોવાનું જણાવી જવાબ આપવામાંથી છટકતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીના રાજીનામાની માગણી

જ્યારે બીજી તરફ આ મામલે રાજકારણ ગરમાયું છે અને ભાજપ સરકારને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘેરતા જોવા મળ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વિટ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માગણી કરી છે. ટ્વિટમાં વસાવાએ લખ્યું છે કે, ‘ગુજરાતમાં ગુજરાતમાં #JuniorClerk ની #Exam નું પેપર જે રીતે ફૂટયુ છે એ જોતાં ભૂપેન્દ્ર પટેલે જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ.’

- Advertisement -

Tag : Junior Clerk Paper Leak Gujarat Live

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular