નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે એક અધિકારી જાણીતા છે અને આ અધિકારી જ્યારે ગઈકાલે ચેકિંગમાં નિકળે છે ત્યારે ભાગમ ભાગ થાય છે કારણ કે લાઈવ કોલસાનું ખનન થતું હતું અને તે સમયે જ અધિકારી અને તેમની ટીમ ત્રાટકે છે. ગુજરાતમાં આ એવી પ્રથમ ઘટના હવે કે કોઈ અધિકારી ખનનમાં કેટલું જોખમ હોય છે તે જાણવા માટે પોતે કૂવામાં ઉતરીને નિરીક્ષણ કરે છે. સુરેન્દ્રનગરમાં ક્યાં દરોડો થયા અને દરોડા દરમિયાન શું કાર્યવાહી થઈ તેની વિસ્તૃત વિગતો અહીં જાણીએ.
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને હાલ પાણીમાં બેસી જવું પડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે અત્યાર સુધી જે જગ્યાઓ પર ખાણ ખનીજ વિભાગ નથી પહોંચ્યું કે નહોતું પહોંચી શકતું ત્યાં ચોટીલાના પ્રાંત અધિકારી દરોડા કરીને કાર્યવાહી કરી રહ્યા છે. હાલ તેમણે સરપ્રાઈઝ ચેકિંગના કારણે જાણીતા બન્યા છે. તેના કારણે ખનીજ માફિયા પણ ફફડાટ ફેલાયો છે. તેવામાં તેમણે ગઈકાલે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પકડી પાડી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. રઘા જીવણભાઈ કોળી પટેલની માલિકીની જમીન સર્વે નંબર 132માં તપાસ દરમિયાન ત્રણ કૂવા મળી આવ્યા હતા. એક કૂવામાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન થતું હતું. અધિકારીની ટીમ જોઈને ભાગમ ભાગ થાય છે અને કૂવામાંથી 11 મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થળ પરથી એક ચરખી, ત્રણ બકેટ, એક કમ્પ્રેસર અને 15 ટન કાર્બોસેલ મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદે ખનનનો કોન્ટ્રાક્ટ ખાખરાથળીના અનુબેન મનસુખભાઈ કોળી પટેલનો હતો. જમીન માલિક રઘાભાઈ કોળી પટેલ વિરુદ્ધ ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જમીન સરકાર હસ્તક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
ચોટીલમાં પ્રાંત અધિકારી તરીકે એસટી મકવાણા જ્યારથી આવ્યા ત્યારથી ટૂંકા ગાળામાં 700 જેટલા કૂવાઓ તેમણે ઝડપી પાડ્યા છે. 316 કરોડની નોટિસ આપીને જમીન પર બોજો દાખલ કરવાની કાર્યવાહી શરુ કરી છે. હજી પણ કેટલાક ખાતાઓની તપાસ ચાલું છે અને 100 કરોડથી વધુની નોટિસ મળે તેવી સંભાવના છે. ઉલ્લેનીય છે કે પ્રાંત અધિકારીની આ કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓ પાણીમાં બેસી ગયા છે. પરંતુ ખનન બંધ થતાં કોલસા અને વિસ્ફોટકના ભાવ ચારથી પાંચ ઘણા વધી ગયા છે અને રાતો રાત પૈસાદાર થવાની લાલચમાં હવે ખનન શરૂ કરી રહ્યા છે. ગઈકાલે જ્યારે પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી ત્યારે તેમણે પોતે પણ આ કોલસાના કૂવામાં ઉતર્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે કોઈ અધિકારી કોલસાના કૂવામાં ઉતર્યા હોય. જોકે તેમણે આ કૂવામાં ઉતરવા પાછળનું કારણ હતું કે કોલસાના ખનનમાં કેટલું જોખમ હોય છે માલિકો દ્વારા આ મજૂરોને કેટલા જોખમમાં નાખીને કામ કરાવે છે અને કેટલા જથ્થામાં કોલસાનું ખનન કરી કોલસો અંદરથી કાઢી લેવામાં આવ્યો છે તેની ચકાસણી પણ કરી. પ્રાંત અધિકારી દ્વારા અત્યારસુધીમાં જેટલા કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે. તેની માપણીની કામગીરી થઈ ગઈ છે અને આગામી સમયમાં આ કૂવાને પૂરીને તેના પર વૃક્ષારોપણની કામગીરી થવાની છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








