નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ચૈતર વસાવા દ્વારા આજે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેક્ટર સાથે અનેક મુદ્દે ચર્ચાઓ થઈ છે. તેમણે અહીં મનરેગાથી લઈને સ્વચ્છ ભારત મિશન, ઈ-રિક્ષાની સોંપણી, 15મા નાણાપંચ, સાગબારા અને ડેડીયાપાડામાં મેઈન્ટેનન્સ અને રિનોવેશન ઉપરાંત આંગણવાડીની ગ્રાન્ટ્સ અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમણે આ દરમિયાન કેટલાક સવાલો ઊભા કર્યા હતા. સમગ્ર બાબત અંગે જાણીએ.
આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના કલેકટરને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ કર્યા હતા કે, મનરેગા યોજના અંતર્ગત ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં વર્ષ 2024-25માં કેટલા શ્રમિકોને 100 માનવ દિન રોજગારી પુરી પાડવામાં આવી? મનરેગા યોજના અંતર્ગત ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં નાણાકીય વર્ષ 2025-26 માં કેટલા શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી? ડેડીયાપાડા તાલુકાના ફૂલસર ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાણાકીય વર્ષ 2024-25માં કયા ગામોના કેટલા લોકોને કેટલા દિવસ રોજગારી પુરી પાડવામાં આવી? નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાના વિકાસ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે એ હકીકત સાચી છે? જો હા તો કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે? ઉક્ત સ્થિતિ કોના દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે? ઉક્ત સ્થિતિએ સ્થાનિક ધારાસભ્યને જાણ ન કરવાના શા કારણો છે? “સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી” જોડતા રોડ માટે ગ્રામસભાઓની સહમતિ મેળવવા માટે બીજા પ્રયત્ને ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી એ હકીકત સાચી છે? જો હા તો ઉક્ત સ્થિતિ એ EC, ફોરેસ્ટ ની પરવાનગી લેવામાં આવેલ છે? ઉક્ત સ્થિતિએ R.R અને DPR પ્લાન બનેલ છે ? સનતની જમીન ધારકો માટે વળતરની જોગવાઈ છે? ખેતીવાડી વીજ કનેક્શન લેવા માટે કયા કયા પ્રકારના ખેડૂતોને વન વિભાગનાં NOCની જરૂર પડે છે? જેના માટે ગાઈડ લાઈન શું છે? ઉક્ત સ્થિતિએ ડેડીયાપાડા તાલુકાના કયા કયા ગામના ખેડૂતોની NOCની અરજીઓ પેન્ડીંગ છે? ઉક્ત સ્થિતિએ NOC આપવા માંગો છો કે કેમ ?
તેમણે એ બાબતો પર પણ સવાલો કર્યા કે, “સ્વચ્છ ભારત મિશન” યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં કેટલી ઈ –રિક્ષા આપવાની જોગવાઈ હતી? જેનું એસ્ટીમેન્ટ કેટલું હતું? જેની નિવિદામાં કઈ કઈ એજન્સીઓએ ભાગ લીધો? અને કોને કામગીરી સોંપવામાં આવી છે? ડેડીયાપાડાના કંજાલ નદી પર પુલને તોડી નાખવામાં આવે છે એ હકીકત સાચી છે? જો હા તો ઉક્ત સ્થિતિ તોડ્યા બાદ શું કામગીરી કરવાની થાય છે? કામ ન ચાલુ થવાના શા કારણો છે? ચોમાસા દરમિયાનએ નદી પાર કરવાની વૈકલ્પિક વ્યવસ્થા શું છે? 15મું નાણાપંચ 20 % તાલુકા કક્ષામાં વર્ષ 2024-25, 2025-26માં કયા કયા કામો મંજુર કરવામાં આવ્યા છે? ઉક્ત કામગીરીનું આયોજન અને મંજુરીની પ્રક્રીયા શું છે? ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં બોર્ડર વિલેજ યોજના અંતર્ગત વર્ષ 2022-23, 2023-24, 2024-25માં કેટલા લાભાર્થીઓને દૂધાળા પશુઓ આપવામાં આવ્યા હતા? જે બાબતે પશુ ન મળવાની કોઈ ફરિયાદ મળેલ છે? જો હા તો ઉક્ત સ્થિતિએ તપાસ કરવામાં આવી છે કે કેમ? ડેડીયાપાડા તાલુકામાં પીએમ કુસુમ યોજના અંતર્ગત મળેલ સોલાર પંપમાં એસ્ટિમેન્ટ મુજબ કામગીરી ન થતી હોવાની કોઈ ફરિયાદ મળી છે? જો હા તો ઉક્ત સ્થિતિ એ તપાસમાં કોઈ ગેરરીતિ જોવા મળી છે? જો હા તો શું પગલાં લેવામાં આવેલ છે? પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીજા અને ત્રીજા હપ્તાઓ માટે લાભાર્થીએ કમિશન આપવું પડે એ બાબતે ફરિયાદ મળી છે એ હકીકત સાચી છે? જો હા તો ઉક્ત સ્થિતિએ કોના કહેવાથી કમિશન ઉઘરાવવામાં આવે છે ? ઉક્ત સ્થિતિએ કર્મચારીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી છે? આઈ.સી.ડી.એસ. દ્વારા ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં મેઈન્ટેનન્સ અને રિનોવેશન સ્ટેટ હેઠળ કેટલી આંગણવાડીઓ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉક્ત સ્થિતિએ કેટલી પૂર્ણ કરી નાણાકીય ચૂકવણા કરવામાં આવ્યા છે?
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








