Sunday, April 19, 2026
HomeGujaratસાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશન ખાતે લોકઅપમાં આરોપીના આપઘાતથી ખળભળાટ મચ્યો

સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશન ખાતે લોકઅપમાં આરોપીના આપઘાતથી ખળભળાટ મચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલી: અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) ખાતે આવેલા વંડા પોલીસ સ્ટેશનમાં પોલીસની (Vanda police Station) કસ્ટડીમાં રહેલા આરોપીએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગતરાત્રિએ વંડા પોલીસે અપહરણના કેસમાં આરોપીની અટકાયત કરી હતી અને કસ્ડીમાં રાખ્યો હતો. આ દરમિયાન આરોપીએ દોરડા વડે લોકઅપમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસ કર્મચારીઓ આરોપીને બચાવવા જાય તે પહેલા આરોપીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ મોકલ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ પણ રાત્રિ દરમિયાન વંડા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. પોલીસે આ સમ્રગ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલો પેદા થઈ રહ્યા છે, આરોપી પાસે દોરડું આવ્યું ક્યાંથી? શું જ્યારે પોલીસે આરોપી લોકઅપમાં નાંખ્યો ત્યારે કોઈએ તેની અંગજડતી લીધી હતી કે કેમ? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ બાતમીના અધારે અપહરણના આરોપી સદ્દામની ધરપકડ કરી હતી. તેને વંડા પોલીસ સ્ટેશનનમાં અટકાયત કરી કસ્ડીમાં રાખ્યો હતો. તે દરમિયાન મોડીરાત્રે આરોપીએ લોકઅપની અંદર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે બૂમાબૂમ થતા પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આરોપીને બચાવે તે પહેલા તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે આરોપીનો મૃતદેહ પોલીસે નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે ખસેડી આરોપીના પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ પણ વંડા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા અને સમ્રગ મામલે તપાસ આદેશ આપ્યા છે. પોલીસે હાલ આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

આરોપીની કસ્ડી દરમિયાન આત્મહત્યાને લઈ પોલીસ પણ વિવાદમાં સંપડાઈ છે. શું જ્યારે પોલીસે આરોપીની કસ્ડીમાં લીધો હતો ત્યારે તેની અંગજડતી લીધી હતી કે નહી, આરોપીની તપાસ કરી હતી તો તેની પાસે દોરડું ક્યાંથી આવ્યું, તેવા તમામ સવાલો પેદા થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટની જ્યુબિલી પોલીસ ચોકીમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીએ પોતાના ગળેના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ પણ પોલીસ સવાલોના કઠેડા ઉભી થઈ હતી, ત્યારે વધુ એક પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular