Friday, March 29, 2024
HomeGujaratSurendranagarસુરેન્દ્રનગરના ધોળીયામાં ગેરકાયદેસર ખનન પર દરોડો, રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે

સુરેન્દ્રનગરના ધોળીયામાં ગેરકાયદેસર ખનન પર દરોડો, રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) બેફામ બનેલા ખનીજ માફિયા (Mining Mafia) પર પોલીસ અને ખનીજ વિભાગ આકરા પાણીએ છે. ત્યારે મૂળી અને થાનગઢમાં (Thangadh) ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડા કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગતરોજ મૂળી તાલુકાના (Muli Taluka) ધોળીયા ગામ (Dholiya village) ખાતે ગેરકાયદેસર થઈ રહેલા ખનન પર ખનીજ વિભાગ દ્વારા દરોડો (Illegal mining raid) કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા 10 લાખનો ખનન માટે ઉપયોગમાં લેવાતા મશીનરીનો મુદ્દામાલ ઝડપાયો હતો.

ખનીજ વિભાગ દ્વારા ગતરોજ સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડો કરવામાં આવ્યો હતો. ખનીજ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે દરોડો કરતા મોટી સંખ્યામાં ગેરકાયદેસર ખાણ મળી આવી હતી. ખનીજ વિભાગે ખનન કરવા માટે ઉપયોગમાં લેવાતા 14 ચરખી મશીન સહિત લોખંડના પોલ કબ્જે કર્યા હતા. સાથે જ ખનીજ વિભાગે તમામ ખાણના સર્વે કરવાની પણ કાર્યવાહી કરી હતી. આમ કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ખનીજ વિભાગે મૂળી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવ્યો છે.

- Advertisement -

મળતી વિગતો અનુસાર ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ દરોડાની કાર્યવાહીમાં કોઈ ખનન કરી રહેલા આરોપી મળી આવેલ નથી. ત્યારે સવાલ એ થાય છે કે ખનીજ વિભાગ અને પોલીસના લગભગ દરેક દરોડામાં મશીનરી કબ્જે થાય છે ખાણ મળી આવે છે પરંતુ કોઈ આરોપી કેમ મળી આવતા નથી?

TAG: Surendranagar News, Illegal mining raid in Surendranagar

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular