Friday, September 22, 2023
HomeGujaratમહેસાણામાં ઊંઝા પોલીસ અને SOGએ એક લાખના અફીણ સાથે એક વ્યક્તિની કરી...

મહેસાણામાં ઊંઝા પોલીસ અને SOGએ એક લાખના અફીણ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની (Drugs)બદી વધી રહી છે. તેની સામે પોલીસ પણ સતત સક્રિય રહીને નશીલા પદાર્થો (narcotics) પકડવાનું કામ કરી રહી છે, ત્યારે મહેસાણાના (Mehsana) ઊંઝા ખાતે ઊંઝા પોલીસ (Unjha Police) અને SOG દ્વારા એક વ્યક્તિને ગેરકાયદેસર અફીણનું (opium) વેચાણ કરતાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ વ્યક્તિ પાસેથી અંદાજિત 1 લાખ કરતાં વધારે કિંમતનું અફીણ મળી આવ્યું છે.

મળતી માહીતી મુજબ, મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સટેબલ મહેન્દ્રસિંહ અને વિજયકુમારને બાતમી મળી હતી કે, મક્તપુર ગામ પાસે આવેલા રોડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી એલ. એલ. પી નામની ફેક્ટરીના કંપાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં બે વ્યક્તી અફિણનો જથ્થો રાખી વેપાર કરી રહ્યા છે. બાતમી આધારે રેડ કરતાં 1 કિલોથી વધુનો અફિણનો પાવડર અને ચોસલા મળી આવ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી એક વ્યક્તિની ઘરપકડ કરી 1 લાખ 36 હજારથી વધુનુ અફિણ સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -

પોલીસે સ્થળ પરથી ગોરખલાલ ચૌધરીની NDPS એક્ટ -17(બિ),29 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ અન્ય એક આરોપી ગોમારામ કાકડ ફરાર થઇ ગયો હતો. ફરાર આરોપીની ધરપકડ કરવા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ઈનપુટ: તોફિક ઘાંચી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular