નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Gir Lion News: સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહ માત્ર ભારત દેશના ગુજરાતમાં આવેલા ગીરના જંગલોમાં જોવા મળે છે. જૂનાગઢના (Junagadh) ગીર જંગલોમાં (Gir National Park) મોટી સંખ્યામાં એસિયાટીક સિંહ (Asiatic Lion) વસવાટ કરે છે. ત્યારે આ સિંહને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે જો તમે પણ ગીરમાં સિંહ જોવા માટેનો પ્લાન બનાવી રહ્યા હોય તો 15 દિવસની અંદર જઈ આવજો. કારણ કે આગામી સમયમાં ચોમાસાની સિઝન શરૂ થવા જઈ રહી છે. આ સિઝન સિંહના પ્રજનન માટેની હોવાના કારણે ગીરમાં સિંહ દર્શન ચાર મહિના માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
ગીરના જંગલમાં (Gir Forest) સિંહ દર્શન 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ ગીરના જંગલમાં સિંહ દર્શન કરી શકશે નહીં. આ સમય ગાળો વનરાજના પ્રજનન માટેનો હોય છે. જેથી આ સમય દરમિયાન વનરાજને કોઈ હેરાન ગતિ ન થાય તે માટે દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને સિંહ દર્શન બંધ રાખવામાં આવશે.
દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગીરના જંગલોમાં આવતા હોય છે. ત્યારે આગામી ચાર મહિના સુધી ગીરના જંગલમાં જીપ્સીઓના તમામ રૂટ બંધ રહેશે. આ ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ મજા માણી શકે તે માટે માત્ર દેવળીયા પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન દરમિયાન માત્ર સિંહ જ નહીં પરંતું દીપડા, સાબર, ચિંકારા, હરણ સહિતના અન્ય વન્ય જીવો માટે પણ પ્રજનન સમય ચાલતો હોય છે. જેથી વન્યજીવોને હેરાનગતિ ન થાય તે માટે વન વિભાગ દ્વારા 16 જૂનથી ચાર મહિના માટે સાસણ જંગણમાં ચાર મહિના માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.
ચોમાસાના સમય દરમિયાન ગીર જંગલના સફારીના રૂટના રસ્તા કાચા હોવાના કારણે જીપ્સી કાર ફસાય શકે છે. જેના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. આ ચાર મહિનાના વેકેશન દરમિયાન ગીરના જંગલોમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહે છે. પરંતું વન વિભાગની ટીમ આ સમયે પણ જંગલમાં સિંહો પર દેખરેખ રાખીને મોનીટરીંગ કરે છે. સાથે જ વન્યજીવો માટે વનવિભાગની રેસ્ક્યુ ટીમ પણ ખડેપગે રહેતી હોય છે.
TAG: Gir Lion Safari, Gir Lion Show, Gir Lion Darshan, Sasan Gir
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








