નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: ગુજરાતમાં કેટલીક ઘટનાઓ એવી પણ સામે આવે છે, જેનો ભેદ ઉકેલવામાં પોલીસ પણ થાકી જાય છે. ત્યારે બે મહિના અગાઉ ધ્રાંગધ્રામાં (Dhrangadhra) એક મહંતની હત્યા કરવામાં આવી હતી. મહંતની હત્યાનો ભેદ ઉકેલવા ખૂબ મહેનત કરી પણ બે મહિના સુધી કઈ હાથ ન લાગ્યું. ત્યારે હવે મહંતના મર્ડરના બે મહિના બાદ મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના કૂંડા ગામ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિરના મહંત દયારામ તેમના એક સેવક સાથે મંદિરમાં રહેતા હતા. 29 સપ્ટેમ્બરની રાત્રે બે વાગ્યાની આસપાસ ભાગ્યું તૂટ્યું ગુજરાતી બોલતા ચાર બુકાનીધારી લૂંટ કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા. લૂંટ કરવાના ઈરાદે આવેલા ચાર બુકાનીધારીઓ મહંત દયારામને ઢોર માર મારે છે. મહંત દયારામનો સેવક મહંતને બચાવવા વચ્ચે આવ્યો તો બુકાનીધારીઓએ તેને પણ ધોકા તથા લાકડી વડે માર માર્યો હતો. આરોપીઓએ મહંતની હત્યા કરી મહંતે હાથમાં પહેરેલું ચાંદીનું કડુ, ચાંદીની વીંટી તથા મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને નજર સામે જોનાર અને મહંતના બચાવ માટે વચ્ચે પડનાર પંકજે ચાર અજાણ્યા બુકાનીધારીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના જ્યાં બની હતી ત્યાં નજીકમાં જ દરગાહ આવેલી હતી. LCB, SOG અને સ્થાનિક પોલીસ તપાસમાં જોતરાઈ હતી. DySP જે. ડી. પુરોહિત આ કેસનું સુપરવિઝન કરી રહ્યા હતા. બે મહિના સુધી ચાલેલી તપાસમાં 500 કરતાં વધુ CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા. પોલીસે આજુબાજુના 10 જેટલા લોકોની પૂછપરછ પણ કરી. પણ પોલીસ આરોપીઓને પકડી શકી નહી.
અંતે DySP જે. ડી. પુરોહિતને બાતમી મળી કે, આજુબાજુના ખેતરોમાં કામ કરવા આવેલા લોકોમાંથી કોઈએ મહંતની હત્યા કરી છે. બાતમીને આધારે પોલીસે ઈશ્વર બામણીયા, શૈલષ પરમાર અને રાકેશ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપીઓએ લૂંટ કરવા મહંતની હત્યા કરવાની કબૂલાત કરી હતી. આરોપી ઈશ્વરે એ પણ કબૂલ્યું કે, તેણે દસ દિવસ સુધી મંદિરની રેકી કરી હતી. તક મળતા જ 28 સપ્ટેમ્બરે મહંત પર હુમલો કયો અને જે હાથ લાગ્યું તે લઈને નાસી છૂટ્યા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








