નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય રંગ જામી રહ્યો છે. રાજકીય નેતાઓ દ્વારા અવનવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. દિગ્ગજનેતાઓની ગતિવિધિઓ ગુજરાતમાં વધી રહી છે. તેવામાં ગઈકાલે AIMIM પક્ષના વડા અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની મુલાકાતે છે, અમદાવાદમાં જાહેરસભા બાદ તેમણે સુરત જવા વંદેભારત ટ્રેનમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર પથ્થરમારો કર્યો હોવાના દાવો કરવામાં આવ્યો છે.
AIMIM પક્ષના વડા અસદુદ્દીન ઓવૈસી રવિવાર સાંજે વંદેભારત ટ્રેનમાં સુરત જઈ રહ્યા હતા તે સમયે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. AIMIMના રાષ્ટ્રીય પ્રવકતા વારિસ પઠાણ દ્વારા સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે જ્યારે ઓવૈસી સુરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.
સમગ્ર બાબત અંગે પોલીસને જાણકારી મળતા પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક સમારકાર માટે કોશન ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ સમયે પશ્વિમ એક્સ ટ્રેન તેજ ગતિએ પસાર થતી હતી તે જ વખતે વંદે ભારત એક્સપ્રેસ આવતા ટ્રેક પરના પથ્થર ધ્રુજારીના કારણે ઉછળીને વંદે ભારત ટ્રેનના મધ્ય ભાગે આવેલી બારીના કાચ પર વાગ્યો હતો. જેના કારણે કાચમાં સામાન્ય તિરાડ પડી ગઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










